ખેલ-જગત
News of Thursday, 22nd November 2018

વસીમ જાફર રણજી ટ્રોફીમાં ૧૧,૦૦૦ રન બનાવનાર પહેલો બેટ્સમેન બન્યો

૩૧ ટેસ્ટ મેચનો અનુભવ ધરાવતો ૪૦ વર્ષનો વસીમ જાફર રણજી ટ્રોફીમાં ૧૧,૦૦૦ રન બનાવનાર પહેલો બેટ્સમેન બન્યો હતો. તેણે આ સિદ્ધિ બરોડા સામે ૧૫૩ રનની ઈનિંગ્સ દરમિયાન મેળવી હતી. તેણે ૫૪મી ફર્સ્ટ કલાસ સેન્ચુરી ફટકારી હતી.

(3:29 pm IST)