ખેલ-જગત
News of Tuesday, 22nd October 2019

સૌરવ ગાંગુલીએ કોલકાતા ટેસ્ટમેચ જોવા બાંગ્લાદેશના પીએમને મોકલ્યું આમંત્રણ

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અમતા બેનર્જીને પણ આ મેચ માટે આમંત્રણ અપાશે

કોલકતા : બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર ટેસ્ટ મેચ જોવાનું આમંત્રણ સ્વિકારી લીધું છે. BCCI ના નવ-નિર્વાચિત અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ  આ વાતની પુષ્ટિ કરી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 22 થી 26 નવેમ્બર સુધી ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં બીજી ટેસ્ટ મેચ રમાશે.

  ગાંગુલીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અમતા બેનર્જીને પણ આ મેચ માટે આમંત્રણ આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, બાંગ્લાદેશનાં પીએમ શેખ હસીનાએ આમંત્રણનો સ્વિકાર કર્યો છે. અમે પીએમ મોદી અને મુખ્યમંત્રી બેનર્જીને આમંત્રણ મોકલશું. આ આમંત્રણ બીજી ટેસ્ટના પહેલા દિવસ માટે હશે.

  બાંગ્લાદેશ ભારત વિરૂદ્ધ જ તેની પહેલી ટેસ્ટ મેચ રમ્યું હતું. સૌરવ ગાંગુલીએ એમ પણ કહ્યું છે કે, અમે બંને ટીમોના એ ખેલાડીઓને પણ આમંત્રણ આપશું, જેઓ એ પહેલી મેચ રમી ચૂક્યા હોય.

(12:04 pm IST)