બુમરાહ પાકિસ્તાનના 5 વર્ષના ફેન્સથી થયો ઇમ્પ્રેશ : શેયર કર્યો વિડિઓ
નવી દિલ્હી: પોતાના ડેબ્યિના લગભગ બે વર્ષ બાદ જસપ્રીત બુમરાહે ટીમમાં પોતાની મજબૂત જગ્યા બનાવી ચૂક્યા છે. આ દરમ્યાન તેને પોતાના પ્રદર્શનથી લોકોને તેના ફેન્સ બનાવી દીધા છે. તેના ફેન્સ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છે.તેની ફેન્સ લિસ્ટમાં એક પાકિસ્તાનના પાંચ વર્ષના બાળકનું નામ પણ સામેલ છે. જે બુમરાહને પોતાનો રોલ આઇડલ માને છે અને બુમરાહ જેવો બનવા માંગે છે. આ બાળકના વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેને બુમરાહે પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે.બુમરાહે આ બાળકની બોલિંગ એક્શન જોઇને ટ્વિટર પર લખ્યુ, જ્યારે હુ નાનો હતો ત્યારે હુ મારા ક્રિકેટના હીરોની નકલ કરતો હતો. તેમની સ્ટાઇલને કોપી કરવાનો પ્રયાસ કરતો હતો. એક બાળકને મારી બોલિંગની કોપી કરતા જોઇને મને ખૂબ સારુ લાગી રહ્યું છે.