ખેલ-જગત
News of Monday, 22nd October 2018

એશિયન ચેમ્પ્યન્સ ટ્રોફીમાં ભારતની જીતની હેટ્રિક: જાપાનને 9-0થી કર્યું પરાસ્ત

નવી દિલ્હી: ઓમાનની રાજધાની મસકટમાં રમવામાં આવી રહેલી હોકી એશિયન ચેમ્પ્યન્સ ટ્રોફીમાં ભારતનો વિજય અભિયાન જારી છે. રવિવારે રમવામાં આવેલી ત્રીજો રાઉન્ડ રોબિન મુકાબલામાં તેને એશિયાઇ ચેમ્પ્યિન જાપાનને 9-0થી હરાવ્યુંભારત માટે લલિત ઉપાધ્યાયએ, હરમીનપ્રીતે અને મનદીપસિંહે બે-બે ગોલ કર્યા. મેન ઓફ મેચ રહેલા આકાશદીપે એકવાર ફરી શાનદાર રમત બનાવી. તેને 35મી મિનિટ ગોલ કર્યો પરંતુ સાથે અન્ય કેટલા હોલમાં મહત્વની ભૂમિકા અદા કરી છે. ગુજરંત સિંહે આઠમાં અને કોઠાજીતસિંહ ગોલ કરનારા અન્યખેલાડી રહ્યા.ભારતે જાપાનને વર્ષે ઇન્ડોનેશિયામાં થયેલા એશિયન ગેમ્સમાં 8-0થી હરાવ્યું હતું. પરંતુ જાપાને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. રવિવારે જાપાનની ટીમ પાસે ગોલ કરવાનો તે હુનર નજર આવ્યો. જ્યારે બીજી તરફ ભારતીય ટીમે એવી રમત બતાવી કે વિપક્ષી ટીમને વધારે પજેશન મળી શકશે નહીં.ભારતે દરેક ક્વાર્ટરમાં અટેકિંગ રમત બતાવી અને પહેલા હાફમાં બન્ને ક્વાર્ટ્સમાં બે-બે ગોલ કર્યા. ત્યાર પછી ત્રીજા ક્વાર્ટરમાં દુનિયાના પાંચમાં નંબરની ટીમે ત્રણ ગોલ કર્યા. જ્યારે મેચની અંતિમ 15 મિનિટોમાં ભારતે બે અન્ય ગોલ કર્યા. ભારતનો આગામી મુકાબલો મંગળવારે ચેમ્પિયન મલેશિયાથી થયો.

(5:42 pm IST)