ખેલ-જગત
News of Monday, 22nd October 2018

ડબલ્યુટીએ ફાઈનલ્સમાં યુક્રેનની સ્વિટોલીનાએ વિજયી પ્રારંભ

નવી દિલ્હી: સિંગાપોરમાં શરૃ થયેલી પ્રોફેશનલ મહિલા ટેનિસ ખેલાડીઓની સિઝનની આખરી ટુર્નામેન્ટ - ડબલ્યુટીએ ફાઈનલ્સ - માં યુક્રેનની સ્વિટોલીનાએ વિજયી પ્રારંભ કર્યો હતો. વ્હાઈટ ગૂ્રપના બંને મુકાબલામાં અપસેટ સર્જ્યા હતા.છઠ્ઠો સીડ ધરાવતી યુક્રેનની સ્વિટોલીનાએ -, -૩થી ચેક રિપબ્લિકની ચોથો સીડ ધરાવતી પેટ્રા ક્વિટોવાને હરાવી હતી. જ્યારે સાતમો સીડ ધરાવતી ચેક રિપબ્લિકની કારોલીના પ્લિસકોવાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ડેનિશ ખેલાડી વોઝનીઆકીને સીધા સેટોમાં -, -૪થી પરાજય આપ્યો હતો.જોકે ડબલ્યુટીએ ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં શરૃઆતના રાઉન્ડમાં ખેલાડીઓને ગૂ્રપ મેચો રમવાની છે, જેના કારણે હાર છતાં ક્વિટોવા અને વોઝનીઆકીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવવાની તક રહેશે.દરમિયાનમાં આવતીકાલે રેડ ગૂ્રપના મુકાબલા ખેલાશે, જેમાં ત્રીજો સીડ ધરાવતી જાપાનની નાઓમી ઓસાકાનો મુકાબલો પાંચમો સીડ ધરાવતી અમેરિકાની સ્લોએન સ્ટેફન્સ સામે થશે. જ્યારે ટોપ સીડ ધરાવતી જર્મનીની એંજેલીક કેર્બરની ટક્કર આઠમો સીડ ધરાવતી નેધરેન્ડની કિકિ બેર્ટેન્સ સામે થશેનોંધપાત્ર છે કે, વર્લ્ડ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ધરાવતી રોમાનીયાની સિમોના હાલેપ ઈજાના કારણે સિઝનની આખરી ટુર્નામેન્ટમાં રમી રહી નથી. જેના કારણે કેર્બરને ટોચનો સીડ આપવામાં આવ્યો છે. જ્યારે રેન્કિંગમાં નવમું સ્થાન ધરાવતી નેધરલેન્ડની કિકિ બેર્ટેન્સને ટુર્નામેન્ટમાં સ્થાન મળ્યું હતુ.

(5:41 pm IST)