ખેલ-જગત
News of Monday, 22nd October 2018

મેસીને હાથમાં ફેક્ચર થતા આગામી મેચ નહીં રમી શકે

નવી દિલ્હી: સ્પેનિશ ફૂટબોલ કલબ બાર્સેલોનાના આર્જેન્ટાઈન સુપર સ્ટાર લાયોનેલ મેસીને સ્પેનિશ લીગની ફૂટબોલ મેચ દરમિયાન હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતુ. ઈજાના કારણે મેસી ત્રણ સપ્તાહ માટે ફૂટબોલ રમી શકશે નહિ. નોંધપાત્ર છે કે, સેવિયા સામેની મેચમાં બાર્સેલોનાના સુપરસ્ટાર સ્ટ્રાઈકરે ગોલ ફટકાર્યો હતો. જોકે તે પછી તેને જમણા હાથમાં ફ્રેક્ચર થયું હતુ. બાર્સેલોનાએ -૨થી વિજય મેળવ્યો હતો, પણ મેસીની ઈજાના કારણે ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ ચિંતામાં જણાતું હતુસેવિયા સામેના મુકાબલામાં મેસીની ટક્કર ફ્રાન્કો વાઝકુનાઝ સામે થઈ હતી અને ત્યાર બાદ તે મેદાન પર પડી ગયો હતો. સમયે તેના જમણા હાર પર શરીરનો ભાર આવ્યો હતો અને તેને ઈજા થઈ હતી. પછી ૨૬મી મિનિટે તેને મેદાન છોડવું પડયું હતુ. બાર્સેલોના તરફથી કોઉટિન્હો, મેસી, સુરેઝ અને રેકિટિચે ગોલ ફટકાર્યા હતા. જ્યારે સેવિયાને લેન્ગલેટના ઓન ગોલનો ફાયદો મળ્યો હતો. ઈન્જરી ટાઈમમાં મુરીલે ગોલ નોંધાવ્યો હતોબાર્સેલોનાએ જાહેરાત કરી છે કે, મેસીને જમણા હાથમાં ફ્રેક્ચર થયું છે અને હવે તે ત્રણ સપ્તાહ સુધી રમી શકશે નહિ. સાથે બાબત સ્પષ્ટ બની ગઈ છે કે, આવતા સપ્તાહાંતે રમાનારી બાર્સેલોના અને રિયલ મેડ્રિડ વચ્ચેની 'અલ ક્લાસિકો' ટક્કરમાં મેસી ગેરહાજર રહેશે. આમ પણ રોનાલ્ડો જેવા સુપરસ્ટારની વિદાય બાદ રિયલ મેડ્રિડને ગોલ સ્કોર કરવામાં ફાંફાં પડી રહ્યા છેતેમાંય બાર્સેલોનાની ટીમમાં મેસી પણ નહિ હોય ત્યારે બંને કલબો વચ્ચેના મુકાબલાને હવે 'અલ ક્લાસિકો' કહેવો કે કેમ તે અંગે પણ ક્રિકેટ ચાહકોમાં વાદ-વિવાદ જોવા મળી રહ્યો છે.મેસી ઈજાના કારણે બાર્સેલોનાની ચેમ્પિયન્સ લીગની ઘરઆંગણાની મેચ ગુમાવશે, જેમાં તેઓને ઈન્ટર મિલાન સામે રમવાનું છે. જોકે તે નવેમ્બરે ઈટાલીમાં રમાનારી રિટર્ન મેચ માટે ફિટ થઈ જાય તેવી શક્યતા છે. સ્પેનિશ લીગમાં તે રિયલ મેડ્રિડની સાથે સાથે રાયો વાલેકાનો સામેની મેચ પણ ગુમાવશે.

(5:40 pm IST)