ખેલ-જગત
News of Tuesday, 22nd September 2020

IPL-13ની પ્રથમ મેચમાં સર્જાયો અનોખો વિક્રમ

૨૦ કરોડ પ્રેક્ષકોએ ઘેરબેઠા ચેન્નઇ સુપેરકિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની મેચોનો આનંદ માણ્યો

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-13)ની ચેન્નઈસુપર કિંગ્સ  (chennar super kings) અને મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai indians)વચ્ચેની મેચમાં અનોખો વિક્રમ સર્જાયો હતો મેચને 20 કરોડ જેટલા પ્રેક્ષકોએ જોઈ હતી, જે જબરજસ્ત વિક્રમ છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહના (Jay shah) જણાવ્યા મુજબ કોઈપણ દેશની કોઈપણ ટુર્નામેન્ટમાં આટલા લોકોએ મેચ જોઈ હોય તેવું ક્યારેય બન્યું નથી. કોઈપણ દેશની કોઈપણ સ્પોર્ટસ લીગમાં (sports league) આટલા લોકોએ કોઈ મેચ જોઈ નથી.

મુંબઈ ઇન્ડિયન્સ-ચેન્નઈ સુપરકિંગ્સની મેચે વિક્રમ સર્જ્યો

આઇપીએલ-13ની (IPL-13) ઉદઘાટન મેચ શનિવારે અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાઈ હતી. તેમા મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નઈ સુપરકિંગ્સે ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વિકેટે હરાવી હતી.

જય શાહે બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ટેગ કરતા જણાવ્યું હતું કે આઇપીએલની (IPL-13)ઉદઘાટન મેચે એક નવો વિક્રમ કાયમ કર્યો છે. બીએઆરસી મુજબ મેચને 20 કરોડ લોકોએ જોઈ, જે કોઈપણ દેશના ઉદઘાટન મેચને જોનારાઓની સંખ્યામાં સૌથી વધારે છે.

કોરોનાના લીધે આઇપીએલનું આયોજન યુએઇમાં

કોરોનાના લીધે આઇપીએલ 2020નું (IPL-13) આયોજન યુએઇના ત્રણ સ્થળોએ કરવામાં આવ્યુ છે. તેની ફાઇનલ દસ નવેમ્બરે રમાશે.

આટલી જંગી વ્યુઅરશિપ આઇપીએલના આયોજકોની સફળતા દર્શાવે છે, કેટલાક લોકો અને પ્રશંસકોએ આગાહી કરી હતી કે પ્રકારની સિદ્ધિ શક્ય હતી. ભારતીય ક્રિકેટ પ્રેમીઓ લાંબા સમયથી પોતાના ફેવરિટ ખેલાડીઓને રમતા જોવા માંગતા હતા. જો કે ક્રિકેટની શરૂઆત તો ઇંગ્લેન્ડથી થઈ. તેણે વેસ્ટ ઇન્ડિઝ, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ રમી છે.

ધોનીને મેદાન પર જોવા લોકોનો ઉત્સાહ

ધોની ક્રિકેટના મેદાન પર પરત ફરતા તેની પાસેથી ઘણી બધી આશા રાખવામાં આવી હી છે. લીજેન્ડરી ક્રિકેટર ધોની છેલ્લા 2019ના વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં છેલ્લે રમ્યો હતો, જેમા ભારત ન્યૂ ઝીલેન્ડ સામે હારી ગયુ હતુ. ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપરકિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને હરાવતા પ્રેક્ષકો ખુશ થઈ ગયા હતા.

સાથે તેણે આઇપીએલની (IPL-13)સિરીઝમાં 100 મેચ જીતનાર પ્રથમ કેપ્ટન બનવાની સિદ્ધિ મેળવી હતી. ભારતના સૌથી સફળ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેને 15મી ઓગસ્ટના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી.

(8:06 pm IST)