ખેલ-જગત
News of Sunday, 22nd September 2019

ત્રીજો અને અંતિમ ટી-20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને આપ્યો 135 રનનો લક્ષ્યાંક

શિખર ધવને ચાર ચોગ્ગા અને બે છગ્ગા સૌથી વધુ 36 રન બનાવ્યા: વિરાટ નિષ્ફળ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઇ છે. ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 134 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકા સામે જીતવા માટે 135 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો

  . ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 36 રન બનાવ્યા. ધવને તેની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય રવિન્દ્ર જાડેજા-રૂષભ પંતે 19-19નો સ્કોર કર્યો હતો.

     શિખર ધવન અને રોહિત શર્મા ભારત તરફથી ઇનિંગની શરૂઆત કરવા ઉતર્યા હતા. પરંતુ રોહિત શર્મા વધુ સમય રહી શક્યો ન હતો અને તેણે ફ્કત 9 રન બનાવીને બ્યુરેન હેન્ડ્રિક્સનો શિકાર બન્યો હતો. આઠમી ઓવરમાં ભારતને બીજો ફટકો પડ્યો જ્યારે શિખર ધવન ટેમ્બા બામુમાને તબરેઝ શમસીના હાથે કેચ આઉટ થયો હતો.

શિખર ધવન 36 રન બનાવીને આઉટ થયો હતો. ધવને તેની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. બીજી જ ઓવરમાં સુકાની વિરાટ કોહલી પણ 9 રન બનાવીને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકાના બોલર કાગિસો રબાડાએ તેને એન્ડિલ ફેહલુકવિયોના હાથે કેચ આપીને ભારતને ત્રીજો ફટકો આપ્યો હતો. રૂષભ પંત ચોથી વિકેટનાં રૂપે આઉટ થયો હતો

(9:39 pm IST)