ખેલ-જગત
News of Sunday, 22nd September 2019

વર્લ્ડ રેસલિંગચેમ્પિયનશિપ : ભારતીય રેસલર દિપક પુનિયા ફાઈનલમાં પહોંચ્યો: ઇતિહાસ રચવાથી એક પગલું દુર

દીપકે સેમિ ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડનાં રેસલર સ્ટીફન રિચમુથને હરાવ્યો

 

ભારતનાં યુવા રેસલર દીપક પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. દિપક પૂનિયાએ સેમિ ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડનાં રેસલર સ્ટીફન રિચમુથને હરાવી જીત મેળવી હતી. જીત સાથે તેણે ચેમ્પિયનશીપમાં મેડલ પોતાનો મેડલ પણ અંકીત કરી લીધો છે. તેણે સેમિફાઈનલમાં પહોંચવાની સાથે સાથે અને સાથે સાથે આવતા વર્ષે રમાનાર ટોક્યો ઓલિમ્પિક માટે પણ ક્વોલીફાય થઇ પોતાનું સ્થાન પ્રસ્તાપિત કરી લીધું છે.

પૂનીયાએ 86 કિલો કેટેગરીનાં સેમિ ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડના રેસલર સ્ટીફન રિચમુથને 8 - 2 થી હરાવ્યો હતો. ચેમ્પીયનનાં ખિતાબ માટે તેનો મુકાબલો ઈરાનનાં ઓલિમ્પિક ચેમ્પિયન હસન યઝદાની સામે થશે. જો તે ગોલ્ડ મેડલ જીતે છે, તો તે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતનો બીજો રેસલર બનશે. તેના પહેલાં સુશીલ કુમારે મોસ્કોમાં 2010 ના વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અગાઉ તેણે ખૂબ કસોકસી ભર્યા ક્વાર્ટર ફાઈનલ મેચમાં કોલમ્બિયાનાં કાર્લોસ મેન્ડેઝને 7 - 6થી હરાવીને ઓલિમ્પિક ક્વોટા જીત્યો હતો. પૂનિયા ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારો ચોથો ભારતીય રેસલર બન્યો હતો. અગાઉ મહિલા રેસલર વિનેશ ફોગાટ, સ્ટાર બજરંગ પુનિયા અને રવિ દહિયાએ પોત પોતાના વજનની કેટેગરીમાં ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરી લીધો છે.

ક્વાર્ટરની ફાઈનલ મેચની અગાઉ ની મેચમાં તેણે તાજિકિસ્તાનના બકોદુર કોડીરોવને 6 - 0 થી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તો હાલ પુનિયા ઇતિહાસ રચવાથી માત્ર એક પગલું દુર છે.

(2:07 pm IST)