ખેલ-જગત
News of Saturday, 22nd September 2018

પાકિસ્તાન સામે હાર બાદ રડી પડ્યો અફઘાની ખેલાડી આફતાબ આલમ

  દુબઇ :એશિયા કપ સુપર-4ની મેચમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો મુકાબલો ભારે રોમાંચ પૂર્ણ રહ્યો હતો. અફઘાનિસ્તાને પાકિસ્તાનને અંતિમ ઓવર સુધી બરાબરની ટક્કર આપી હતી. પરંતુ આમ છત્તા અફઘાનિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી હારને લીધે દુઃખી અફઘાનીસ્તાન ખેલાડી આફતાબ આલમ મેદાન મેદાન પર જ રડી પડ્યો હતો.

(11:34 pm IST)