ખેલ-જગત
News of Saturday, 22nd September 2018

ભારતીય પ્રશંશકોએ બિસિસિઆઇને કરી અનોખી અપીલ

નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશાં હાઈ વોલ્ટેજ હોય છે. એશિયા કપ-૨૦૧૮માં ગત બુધવારે રમાયેલી ભારત-પાક.ની મેચ પણ ઘણી ચર્ચામાં રહી. ભારતની શ્રેષ્ઠ બોલિંગ સામે પાક. બેટ્સમેન ટકી શક્યા નહીં અને ટીમ આઠ વિકેટે મેચ હારી ગઈ.

પાકિસ્તાનના આ પરાજયની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ એક પાક. ફેન યુવતીનો ફોટો જોરદાર વાઈરલ થયો છે. સોશિયલ મીડિયામાં આ તસવીરની સાથે ભારતીય પ્રશંસકોએ BCCIને પણ એક અનોખી અપીલ કરી નાખી છે.

એ મેચમાં રોહિત શર્માના શાનદાર ચોગ્ગા-છગ્ગાની સાથે-સાથે મેદાન પર લાગેલા કેમેરાઓએ સ્ટેન્ડ્સમાં બેસેલી એક પાકિસ્તાની યુવતીને પણ કેદ કરી લઈને વારંવાર ટીવી સ્ક્રીન પર તેને દર્શાવી હતી.

(5:25 pm IST)