ખેલ-જગત
News of Thursday, 22nd August 2019

ભારતીય મહિલા હોકી ટીમે રોમાંચક ફાઇનલ મુકાબલામાં જાપાનની ટીમને ૨-૧થી પરાજય આપીને શાનદાર પ્રદર્શન કર્યું

ટોક્યોઃ ભારતીય મહિલા હોકી ટીમે પોતાના શાનદાર પ્રદર્શનને જાળવી રાખતા અહીં બુધવારે ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટનું ટાઇટલ જીતી લીધુ છે. ભારતીય ટીમે એક રોમાંચક ફાઇનલ મુકાબલામાં જાપાનની ટીમને 2-1થી પરાજય આપ્યો હતો.

મહેમાન ટીમ માટે મેચમાં નવજોત કૌર અને લાલરેમસિયાનીએ ગોલ કર્યો હતો. જાપાન તરફથી એકમાત્ર ગોલ મિનામી શિમિજૂએ કર્યો હતો. રાઉન્ડ રોબિન મુકાબલામાં બંન્ને ટીમોનો સામનો થયો હતો, જેમાં ભારતે 2-1થી જીત મેળવી હતી.

ભારતે પોતાનાથી મજબૂત ઓસ્ટ્રેલિયાની ટીમ વિરુદ્ધ પણ 2-2થી ડ્રો રમી હતી. પૂરી ટૂર્નામેન્ટમાં ભારતે એકપણ પરાજયનો સામનો કરવો પડ્યો નથી. પહેલા પુરૂષ ટીમે પણ સ્પર્ધાનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ફાઇનલમાં ભારતીય પુરૂષ હોકી ટીમે ન્યૂઝીલેન્ડને 5-0થી પરાજય આપ્યો હતો.

(5:44 pm IST)