ખેલ-જગત
News of Wednesday, 22nd August 2018

જય હો.... ભારતીય હોકી ટીમે તોડ્યો ઓલમ્પિકનો રેકોર્ડ: હોંગકોંગની ટીમને આપી 26-0થી માત

નવી દિલ્હી: 18માં એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમે હોંગકોંગને 26-0થી હરાવીને ઇતિહાસ સર્જ્યો છે. જીતની સાથે ભારતીય હોકી ટીમે ઓલમ્પિકનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.પુલ એમાં ત્રણ ભારતીય ખેલાડીઓએ હેટ્રિક બનાવી છે. જેમાં દિલપ્રીત સિંહ,સિમરણજિત સિંહ,અને મનદીપ સિંહનું નામ આવે છે. પહેલા ભારતીય હોકી ટીમે ઇન્ડોનેસિયાને 17-0થી પરાસ્ત કરી હતી.

 

 

(5:13 pm IST)