ખેલ-જગત
News of Wednesday, 22nd August 2018

સેપાક ટેકરો રમતમાં ભારતની સિદ્ધિ, પહેલી વખત જીત્યો બ્રોન્ઝ

ટેકરો સ્પર્ધાની સેમી ફાઇનલમાં ભારતીય ટીમ થાઇલેન્ડ સામે ૦-૨થી હારી ગઈ હતી, પરંતુ આ રમતમાં પહેલી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રમતમાં સેમી ફાઇનલમાં હારનાર બન્ને ટીમોને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. પાક ટેકરોનો અર્થ છે બોલને કિક મારો. એમાં બોલને ખેલાડીઓ પોતાના પગ, ઘૂંટણ, છાતી અને માથા વડે મારી શકે છે. ૧૯૯૦થી એશિયન ગેમ્સમાં આ રમત રમાય છે. ભારત ૨૦૦૬થી આ રમતમાં ભાગ લે છે. એ ધીરે-ધીરે આ રમતમાં કુશળ થઈ રહ્યું છે. છેલ્લા બે મહિનાથી ભારતીય ટીમ થાઇલેન્ડમાં એની તાલીમ લઈ રહી હતી જેનાથી ઘણો મોટો ફરક પડ્યો હતો.

(3:25 pm IST)