ખેલ-જગત
News of Thursday, 22nd July 2021

મહામારી વચ્ચે પણ ઓલમ્પીકનું આયોજન એથ્લીટો માટે મોટી રાહતરૂપ

નવી દિલ્હી, તા., રરઃ ભારતીય લોન ટેનીસની અગ્રીમ ખેલાડી  સાનિયા મિર્ઝા પોતાના ચોથા ઓલમ્પીક માટે ખુબ જ ઉત્સાહીત છે. કોરોનાની મહામારી વચ્ચે પણ ઓલમ્પીકનું આયોજન થઇ રહયું છે તે એથ્લીટસ માટે ખુબ જ મહત્વનું છે. છેલ્લા કેટલાક હપ્તામાં આંતરરાષ્ટ્રીય મેચો રમવા મળ્યા તે ઓલમ્પીકની તૈયારીરૂપ રહયા તેમ મિર્ઝાએ એક મુલાકાતમાં જણાવેલ.

એથ્લીટોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી  જરૂરી સાવધાની રાખવામાં આવી રહયાનું અને કોવીડ પ્રોટોકોલનું પાલન થઇ રહયાનું તેણે જણાવેલ. ટોકયો-ર૦ર૦ ઓલમ્પીકમાં ભારતીય ખેલાડીઓને ભાગ લેવામાં કોઇ અડચણો ઉત્પન્ન ન થાય તે માટે પુરેપુરૂ ધ્યાન રાખવામાં આવી રહયું છે. તમામ રમતવીરો ઓલમ્પીકમાં ભાગ લઇ સર્વશ્રેષ્ઠ દેખાવ કરવા ભારે ઉત્સાહીત છે. એથ્લીટસની મુસાફરી સંબંધી સમસ્યાઓના નિકાલ માટે સરકારે જે ભુમીકા ભજવી તેનો મને અનુભવ છે. વિલમ્બડન જતા પહેલા મનેવિઝામાં કેટલીક અડચણો આવી રહી હતી પરંતુ સરકારે યોગ્ય સમયે દરમિયાનગીરી કરી મારી મુસાફરી આસાન કરી દીધી હતી.

જો તમે એથ્લીટ હોવા સાથે એક માં હોય તો તમારી ભુમીકા વધુ પડકારરૂપ બની જાય છે. ખેલ મંત્રાલય અને વિદેશ મંંત્રાલયે મળીને મારા બે વર્ષના દિકરાનો વિઝા કલીયર કરી આપ્યો હતો જેને લઇને તે મારી સાથે યુરોપ ટુર પર આવી શકયો હતો. હવે અમે ટોકયોમાં છીએ. હવે અમે એક ટીમના રૂપમાં છીએ અને ૧.૩ અબજ ભારતીયોનું સમર્થન અમારી સાથે છે તેમ સાનીયાએ ઉમેર્યુ હતું.

(2:52 pm IST)