ખેલ-જગત
News of Thursday, 22nd July 2021

કાલથી ટોકયો ઓલિમ્પિકઃ સાદગી પૂર્વક ઉદઘાટન સમારોહ

કોરોનાના કહેરના પગલે કોઇ ઝાકમજોમ જોવા નહિ મળે : જાપાની સંસ્કૃતિની ઝલક નિહાળવા મળશેઃ પ્રથમ વખત અંગ્રેજી ભાષાનો ઉપયોગ નહિ Ñ ૪.૮૪ અરબ રૂપિયાના ખર્ચે ઓપનીંગ સેરેમની : ૧૦ હજાર એથ્લેટસ ભાગ લેશેઃ જાપાનના રાજા નારૂ હિતોના હસ્તે ઉદઘાટનઃ અમેરીકી રાષ્ટ્રપતિ જો બાઇડનના પત્નિ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈકરોન હાજર રહેશે

નવી દિલ્હીઃ અમુક વર્ષો પહેલા ઓલિમ્પિક રમતોત્સવનો શુભારંભ જોરશોરથી કરવામાં આવતો હતો અને તેને એક ઉત્સવની જેમ ઉજવવામાં આવતો હતો. હજારોની સંખ્યામાં કલાકારો મહિના અગાઉ પ્રેકટીશ શરૂ કરી દેતા હતા. ખેલગાંવને રોશનીની ઝગમગાટથી ઝળહળી ઉઠતો હતો. પરંતુ આ વખતે કોરોનાની મહામારીના લીધે ટોકયો ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ ખુબ જ સાદગીપુર્વક કરવામાં આવશે.ગત વર્ષે જ ટોકયોમાં ઓલિમ્પિકનું આયોજન થવાનું હતુ. પરંતુ મહામારીના પગલે એક વર્ષ પાછુ એટલે કે આ વર્ષે આયોજન થયું છે.

આવતીકાલે ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ છે ત્યારે ઓપનીંગ સેરેમની પાછળ ૪.૮૪ અરબ રૂપિયાનો ખર્ચ થશે. ૧૦ હજારથી વધુ એથ્લેટ પરેડમાં ભાગ લેવાના છે. ભારતના ૬ ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં બોકસર મેરીકોમ અને હોકી ટીમના કેપ્ટન હરમનપ્રિતસિંહ ધ્વજારોહક બનશે.

ટોકયો ઓલિમ્પિકનો પ્રારંભ જાપાનના રાજા નારૂ હિતોના હસ્તે થનાર છે. નારૂહિતો જાપાનના ૧૨૬માં રાજા છે. જેઓએ ૨૦૧૯માં રાજગાદી સંભાળી હતી.

અમેરીકી રાષ્ટ્રપતિ જો બાઇડનના પત્નિ પણ ઓપનીંગ સેરેમનીમાં ભાગ લઇ શકે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈકરોન પણ હાજરી આપશે કારણ કે ૨૦૨૪માં ફ્રાન્સમાં ઓલિમ્પિક યજમાન કરી રહયું છે.

પ્રથમ વખત તમામ દેશોના દળની ઓપનીંગ સેરેમનીમાં એન્ટ્રી જાપાનની ભાષામાં હશે એવુ પ્રથમ વખત બનશે કે ઓલિમ્પિકમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવશે નહિ. આ સમારોહ કોરોના વોરીયર્સને સમર્પિત કરવામાં આવશે.

આયોજકનું કહેવુ છે કે ઓપનીંગ સેરેમનીનું આયોજન જાપાની સંસ્કૃતિથી કરવામાં આવશે. ટોકયો ઓલિમ્પિક રમતોત્સવ એકઝીકયુટીવ પ્રોડયુસર માર્કો બાલીચનું કહેવુ છે કે કોરોનાના કહેર વચ્ચે સમારોહ એકદમ સાદગીપૂર્વક યોજાશે. જેમાં જાપાનના સૌંદર્યની ઝલક જોવા મળશે.

દરેક ઓલિમ્પિકમાં યજમાન દેશના ત્રણ લોકો, એક ખેલાડી, એક કોચ અને એક જજ તમામ સ્પર્ધાઓ વતી શપથ લેતા હોય છે. પરંતુ આ વખતે માત્ર ૬ લોકો જ હાજર રહેશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા આ વખતે બદલાવ કરવામાં આવ્યો છે.

ઉદઘાટન સમારોહમાં તમામ દેશના માત્ર ૬ અધિકારીઓ હાજર રહેશેઃ ૧૫ દેશના નેતાઓની ઉપસ્થિતિ

ટોક્યોઃ કોરોનાની મહામારીથી પ્રભાવિત ટોક્યો ગેમ્સના આવતીકાલે થનારા ઉદઘાટન સમારંભમાં લગભગ ૧૫ દેશના નેતાઓ હાજર રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત તમામ દેશ તરફથી માત્ર છ અધિકારીઓને સેરેમનીનો હિસ્સો બનવાની તક મળશે. ગેમ્સના આયોજકોના અનુસાર ઉદ્ઘાટન વખતે વ્યકિતગત રીતે સ્ટેડિયમમાં હાજર રહેનાર લોકોની સંખ્યા એક હજારની આસપાસ હોઇ શકે છે. જાપાનીઝ સરકારના મુખ્ય કેબિનેટ સચિવ કાત્સુનોબુ કેટોએ જણાવ્યું હતું કે કેબિનેટ સ્તરના લગભગ ૭૦ અધિકારીઓ પણ ઓપનિંગમાં આવે તેવી સંભાવના છે. ઉદઘાટન વખતે કેટલા વીવીઆઇપી મહેમાનો હાજર રહેશે તે અંગે હજુ પણ અનિિૃતતા છવાયેલી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મંેક્રો, મંગોલિયાના લુવસાનામસરાઇ ઓયુન એર્ડેન તથા અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડેન સહિત વિશ્વના કેટલાક નેતાઓ હાજરી આપશે.

૨૦૨૩માં બ્રિસ્બેનમાં યોજાશે ઓલિમ્પિકઃ  ભારત ૨૦૩૬ માટે દાવો કરશે

નવી દિલ્હીઃ   ૨૦૨૪માં પેરિસ અને ૨૦૨૮માં લોસ એન્જલસ ઓલિમ્પિકની યજમાની કરશે. ભારતે પણ ૨૦૩૨ની ઓલિમ્પિકની યજમાની માટેનો દાવો રજૂ કર્યો હતો, પરંતુ તે ઘણું પાછળ રહી ગયું હતું. હવે ભારત ૨૦૩૬ની ઓલિમ્પિકની યજમાની માટેનો દાવો રજૂ કરે તેવી સંભાવના છે.

(2:51 pm IST)