ખેલ-જગત
News of Monday, 22nd July 2019

ફીટ થયેલા શિખર, સાહાએ કર્યુ કમબેક, રાહુલ ચાહરને મળ્યો પહેલી વખત ટી-૨૦ ટીમમાં ચાન્સ

વેસ્ટ ઈન્ડિઝ ટૂર માટે ભારતની ટીમનું સિલેકશનઃ વર્કલોડ મેનેજમેન્ટ અંતર્ગત બુમરાહને લિમીટેડ ઓવર્સ, જયારે હાર્દિક પંડ્યાને ત્રણેય ફોર્મેટની સીરીઝમાંથી અપાયો રેસ્ટ : વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શનને કારણે દિનેશ કાર્તિકને કરાયો ડ્રોપ

મુંબઈ : ભારતની ટેસ્ટ ટીમ : મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંકય રહાણે (વાઈસ કેપ્ટન), હનુમા વિહારી, રોહિત શર્મા, વૃદ્ધિમાન સહા (વિકેટકીપર), રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઈશાન્ત શર્મા, જશપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવ.

વન-ડે ટીમ : રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, કેદાર જાદવ, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ અને નવદીપ સૈની.

ટી-૨૦ ટીમ : રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશીંગ્ટન સુંદર, રાહુલ ચાહર, ભુવનેશ્વરકુમાર, ખલીલ અહેમદ, દીપક ચાહર અને નવદીપ સૈની.

(1:26 pm IST)