ખેલ-જગત
News of Sunday, 22nd July 2018

વનડેમાં બેવડી સદી ફટકારનાર પાકિસ્તાનના બેટ્સમેન ફખર જમન કરતો હતો નેવીમાં કામ

પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન ફખર જમને વન ડેમાં બેવડી સદી ફટકારી હતી. તેણે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 210* રનની ઇનિંગ રમી હતી, પાકિસ્તાન તરફથી બેવડી સદી ફટકારનાર તે પ્રથમ ક્રિકેટર છે આ કારનામુ કરનાર બેટ્સમેન ક્રિકેટર બન્યા પહેલા પાકિસ્તાનમાં નેવીમાં કામ કરતો હતો. ફખરનો પરિવાર નહોતો ઈચ્છતો તે ક્રિકેટર બને. તેણે 16 વર્ષની ઉંમરે નેવી જોઈન કરી હતી.

(5:33 pm IST)