ખેલ-જગત
News of Sunday, 22nd July 2018

ફિલ્મ ધડકના ગીત પર ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સ સિરાજે કર્યો ધમાકેદાર ડાન્સ

ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂરની ફિલ્મ ધડક' 20 જુલાઈએ રિલીઝ થઈ છે. ધડક'નો ફિવર ઈંગ્લેંડ સુધી પહોંચ્યો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઈંગ્લેન્ડમાં મેચ રમી રહેલી ભારતીય ટીમના ખેલાડીઓ આ ફિલ્મના ગીત ઉપર ડાન્સ કરતા જોવા મળે છે. ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ઈંડિયા A ટીમના ક્રિકેટર્સ ધડક'ના ઝિંગાટ ગીત પર ઠુમકા લગાવતા હતા.

(5:12 pm IST)