ખેલ-જગત
News of Saturday, 22nd June 2019

ભારત સામેની મેચમાં અફઘાનિસ્તાની ટીમે બદલ્યો પોતાનો ડ્રેસ નો રંગ

ઇન્ડિયાની જગ્યાએ અફઘાનિસ્તાને પોતાના ડ્રેસનો કલર બદલ્યો.

આઇસીસીના નવા નિયમ અનુસાર કોઇ પણ મેચમાં, રમત દરમ્યાન બન્ને ટીમના ડ્રેસનો કલર એક સમાન હોવો જોઇએ નહીં. આ નિયમ ફૂટબોલના `હોમ અને અવે' મુકાબલામાં પહેરાતી જર્સીમાંથી પ્રેરિત થઇને આઇસીસીએ બનાવ્યો છે. આઇસીસી ટીમની ટી-સર્ટના રંગ બાબતે દર્શકોમાં મુંજવણ ના થાય એ હેતુથી આ નિયમ લાગુ કર્યો છે. વર્લ્ડ કપમાં ટિમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનના કપડાં નો રંગ એકબીજાને મળતો આવે છે.

ઇન્ડિયા પોતાના અસલ બ્લ્યૂ કલરના બદલે ઓરેન્જ જર્સીમાં જોવા મળી શકે તેવી શક્યતા હતી, પરંતુ ચાહકો ની જિજ્ઞાસા વચ્ચે ઇન્ડિયાની જગ્યાએ અફઘાનિસ્તાને પોતાના ડ્રેસનો કલર બદલ્યો. અફઘાનિસ્તાને અગાઉ ઇંગ્લેન્ડન સામેની મેચમાં પોતાનો ડ્રેસ બદલ્યો હતો. ટીમ યજમાન દેશની ટીમ હોવાથી તેને જર્સી બદલવી પડશે નહીં. તે દરેક મેચમાં પોતાના રાબેતા મુજબના રંગની જર્સીમાં જ રમી શકે છે.આ નિયમ આઈસીસી ની દરેક ટુર્નામેન્ટમાં લાગુ રહશે.પ્રથમ વાર નવા લુકમાં ટિમ ઇન્ડિયા પોતાના ચાહકો સામે 30 જૂને આવશે. તો સાથેજ ચાહકો માં પણ ટિમ ઇન્ડિયા ને અલગ રૂપમાં જોવાની ઉત્સુકતા છે.

(8:30 pm IST)