ખેલ-જગત
News of Saturday, 22nd June 2019

ટ્વીટર પર કોહલીએ સચિનનો રેકોર્ડ તોડ્યો, ફોલોઅર્સની સંખ્યા ૩ કરોડને પાર

નવી દિલ્હી : વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૧ હજાર રન પૂરા કરનાર વિરાટ કોહલીએ ટ્વીટર પર સચિનને ક્રોસ કર્યો છે અને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટ્વીટર પર કોહલીના ફોલોઅર્સની સંખ્યા ૩૦ મિલિયન એટલે કે ૩ કરોડને પાર કરી ચૂકી છે. ક્રિકેટ જીનીયસ સચિનના ટ્વીટર પર ૨૯.૪ મિલ્યન ફોલોઅર્સ છે. મહેન્દ્રસિંહ ધોનીના લગભગ ૮૦ લાખ ચાહકો છે. કોહલીએ ચાહકોની સંખ્યા ૩ કરોડને પાર કરવા બદલ ચાહકોનો આભાર વ્યકત કરીને એક વિડીયો શેર કર્યો છે, જેમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ધોનીએ મારેલી દમદાર સિકસર જોઈને કોહલી આશ્ચર્ય વ્યકત કરતો દેખાય છે.

(1:17 pm IST)