ખેલ-જગત
News of Friday, 22nd June 2018

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કરોડો કમાશે:;ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા BCCIએ નવા કરારને મંજૂરી આપી

મુંબઈ ;ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કરોડો રૂપિયા કમાશે ક્રિકેટરોના સેન્ટ્રલ કોન્ટ્રેક્ટને અંતે બીસીસીઆઈએ સામાન્ય સભાની વિશેષ બેઠકમાં મંજૂરી આપી દીધી છે જેમાં બ્રિટનના લાંબા પ્રવાસથી પહેલા અનિશ્ચિતતાનો સમય પણ ખત્મ થઈ ગયો છે .

  સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની કમિટીએ સાત માર્ચે ખેલાડીઓ માટે નવા કરારોની જાહેરાત કરી હતી, પરંતુ બોર્ડના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ તે કહીને સિગ્નેચર કર્યા કે, આને સામાન્ય સભાની મંજૂરીની પણ જરૂરત છે.

  આજે થયેલ બેઠકમાં 28 રાજ્યોના સંઘોના પ્રતિનિધિ હાજર હતા, જેમાં કરારને મંજૂરી આપી દેવામાં આવી હતી. આમ સભાએ સર્વસમ્મતિથી બધા પ્રસ્તાવો પ્રસાર કરી દીધા.

હવે તે નક્કી થઈ ગયું છે કે, ખેલાડીઓને બ્રિટનના પ્રવાસથી પહેલા પૈસાની ચૂકવણી કરી દેવામાં આવશે. સંશોધિત કરાર હેઠળ પ્લસ શ્રેણીના ક્રિકેટરોને સાત કરોડ રૂપિયા, , બી અને સી શ્રેણીમાં ક્રમશ: પાંચ કરોડ, ત્રણ કરોડ અને એક કરોડ રૂપિયા આપવામાં આવશે.

  સામાન્ય સભાએ ઘરેલૂ ક્રિકેટરો અને મહિલા ક્રિકેટરોના વેતનમાં પણ વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી ઘરેલૂ સત્રમાં પૂર્વોત્તર રાજ્યો અને બિહારની ટીમોને પ્લેટ વર્ગમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડની ટીમ પણ રણજી ટ્રોફી રમવા માટે સીઓએ પાસેથી મંજરી મળી ગઈ છે, પરંતુ સામાન્ય સભાએ હજું તેને લીલી ઝંડી બતાવી નથી.

(12:42 am IST)