ખેલ-જગત
News of Friday, 22nd June 2018

ઈરાનમાં મળી મહિલાઓને સ્પોર્ટ સ્ટેડિયમમાં જવાની મંજૂરી

નવી દિલ્હી: ઈરાને આખરે મહિલાઓ માટે સ્પોર્ટસ સ્ટેડિયમોના દરવાજા ખોલી નાંખવાનો નિર્ણય લીધો હતો. ઈરાનની મહિલાઓએ સ્ટેડિયમમાં તહેરાનના બેસીને જાયન્ટ સ્ક્રીન પર ફિફા વર્લ્ડ કપમાં તેમના દેશ અને સ્પેન વચ્ચેના ગુ્રપ સ્ટેજના મુકાબલાને નિહાળ્યો હતો. ઈરાનમાં મહિલાઓએ સ્ટેડિયમમાં બેસીને ફૂટબોલ મેચ નિહાળી હોય તેવી ઘટના અગાઉ ૧૯૭૯માં બની હતી. જે પછી મહિલાઓને ફૂટબોલ સહિતની અન્ય રમતોને સ્ટેડિયમમાં બેસીને નિહાળવા પર સત્તાવાર પ્રતિબંધ નહતો, પણ ત્યાં પરિસ્થિતિ જ એવી સર્જવામાં આવતી કે જેના કારણે મહિલાઓને સ્ટેડિયમમાં પ્રવેશ ન મળે. તાજેતરમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં પણ કેટલાક ચાહકોએ એક બેનર વડે ઈરાનમાં મહિલાઓને સ્ટેડિયમમાં પ્રવેશ આપવા વિનંતિ કરી હતી. અગાઉ એવા ફોટોગ્રાફ્ પર વાઈરલ થયા હતા,જેમાં મહિલાઓએ સ્ટેડિયમમાં મેચ જોવા માટે નકલી દાઢી-મૂંછ લગાવીને પહોંચી હોય.

 

 

(5:13 pm IST)