ખેલ-જગત
News of Friday, 22nd June 2018

ભારતીય ક્રિકેટ ટીમ પાંચ વર્ષમાં પ૧ ટેસ્ટ, ૮૩ વન-ડે, ૬૯ ટી-૨૦ આંતરરાષ્‍ટ્રીય મેચ રમશે

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટ ટીમ આગામી પાંચ વર્ષ દરમિયાન ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦ જેવી ૨૦૩ મેચ રમશે. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ 51 ટેસ્ટ મેચ, 83 વનડે મેચ અને 69 ટી-20 આંતરાષ્ટ્રીય મેચ રમશે તેવી સંભવાના છે.

ભારતની મેચોની સંખ્યા બાબતે બીજા સ્થાને વેસ્ટઈન્ડીઝ (186 મેચ) અને ત્રીજા સ્થાને ઈંગ્લેન્ડ (175 મેચ) રમશે. ટેસ્ટમેચ રમવામાં ભારતીય ટીમ બીજા સ્થાને છે, જ્યારે ઈંગ્લેન્ડ 59 ટેસ્ટ સાથે પહેલા નંબરે છે અને ઓસ્ટ્રેલિયા 47 ટેસ્ટ મેચ સાથે ત્રીજા સ્થાન પર છે. વનડે મેચ અને ટી-20 મામલે ભારત વેસ્ટઈન્ડીઝથી આગળ છે.

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એક એફટીવી દ્રિપક્ષીય સમજૂતીની જેમ છે, પરંતુ કેલેન્ડર નિર્માણમાં આઈસીસી પોતાના અભિપ્રાય આપશે. જે લોકો વિચારે છે કે બીસીસીઆઈ ટેસ્ટ મેચને નજરઅંદાજ કરી રહ્યું છે, તેમના માટે વળતો જવાબ છે કેમ કે ભારત પાંચ વર્ષમાં 50થી વધુ ટેસ્ટ મેચ રમશે.

(5:32 pm IST)