ખેલ-જગત
News of Friday, 22nd June 2018

ફૂટબોલ વિશ્વ કપ 2018: ક્રોએશિયાએ આર્જેટિનાને 3-0 થી હરાવી નોકઆઉટમાં પ્રવેશ મેળવ્યો

ફિફા વર્લ્ડ કપ 2018ની પ્રમુખ દાવેદાર ટીમ કહેવામાં આવી રહેલી આર્જેટિના ટીમને ક્રોએશિયાની ટીમે 3-0 થી હરાવીને નોકઆઉટમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે હારની સાથે જ આર્જેન્ટિના માટે નોકઆઉચ પર પહોંચવું લગભગ મુશ્કેલ બની ગયુ છે. ક્રોએશિયા તરફથી 53મી મિનિટે પહેલો ગોલ રેબિચે ફટકાર્યો હતો. ત્યાર બાદ કેપ્ટન લુકા મેડ્રિચ અને ઈવાન રકિટિચે 1-1 ગોલ ફટકાર્યો હતો.

(12:56 pm IST)