ખેલ-જગત
News of Friday, 22nd June 2018

ડુક્કરે કરી જર્મનીની જીતની ભવિષ્યવાણી

ફૂટબોલ વર્લ્ડકપમાં આવતીકાલે ડિફેન્ડીંગ ચેમ્પિયન જમની અને સ્વીડન વચ્ચે મેચ રમાવાની છે. મેકિસકો સામેની પહેલી મેચ જર્મની હારી જતા એની હાલત બહુ જ કફોડી છે ત્યારે હેરી નામના ડુક્કરે જર્મનીના સમર્થકોને રાહત થાય એવા સમાચાર આપ્યા છે. આ ડુક્કરની સૂંઘવાની શકિત બહુ જ સારી છે. ગઈકાલે જર્મની અને સ્વીડન આ બે દેશોના ફલેગ સાથે બોલ મૂકવામાં આવ્યા હતા ત્યારે હેરી જર્મનીના ફલેગ પાસે મૂકેલા બોલ પાસે ગયો હતો. આમ તેણે જર્મનીની જીતની ભવિષ્યવાણી પોતાના નાકથી કરી છે.

(12:50 pm IST)