ખેલ-જગત
News of Friday, 22nd June 2018

દુબઈમાં કબડ્ડી માસ્ટર્સ ટુર્નામેન્ટનો પ્રારંભઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ટક્કર

આજથી દુબઈમાં છ દેશો વચ્ચેની કબડ્ડી માસ્ટર્સ ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં કુલ છ ટીમ ભાગ લઈ રહી છે. આજે પહેલી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત આ ટુર્નામેન્ટમાં ઈરાન, સાઉથ કોરીયા, કેન્યા અને આર્જેન્ટીનાની ટીમો ભાગ લઈ રહી છે. ભારત સાથે ગ્રુપમાં પાકિસ્તાન અને કેન્યાની ટીમો છે તો ઈરાન, સાઉથ કોરીયા અને આર્જેન્ટીના બીજા ગ્રુપમાં છે. દરમિયાન વિઝાની સમસ્યાને કારણે પાકિસ્તાનની ટીમને દુબઈ પહોંચવામાં વિલંબ થયો છે. એ આજે ટુર્નામેન્ટ શરૂ થાય ત્યારે જ આવે એવી શકયતા છે.

(12:49 pm IST)