ખેલ-જગત
News of Tuesday, 22nd May 2018

દિલ્હીની ટીમમાંથી બહાર રહેવાનો નિર્ણય મારો ન હતોઃ ગૌતમ ગંભીરના ખુલાસાથી ક્રિકેટ જગતમાં હલચલ

મુંબઇઃ આઇપીઅેલ ક્રિકેટ મેચમાં દિલ્હી ડેયરડેવિલ્સની ટીમમાંથી બહાર રહેવાનો નિર્ણય મારો ન હતો તેવો ખુલાસો ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે કરતા ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઇ છે.

ગંભીરનું કહેવું છે કે, તેમને ક્યારેય પ્લેઈંગ ઈલેવનથી ડ્રોપ લીધો નથી. મે તો માત્ર ટૂર્નામેન્ટમાં શરૂઆતના સમયમાં અમારી ટીમ કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહી તેથી કેપ્ટનસી છોડવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી હું એકપણ લીગ મેચ રમી શક્યો નહી.

સિઝન દરમિયાન ગંભીરે 06 મેચો રમી જેમાં ટીમને પાંચ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના આ ખરાબ પ્રદર્શનના કારણે ગંભીરને કેપ્ટનસી છોડવી પડી હતી. દિલ્હીએ પાછળથી શ્રેયસ અય્યરને નવો કેપ્ટન બનાવી દીધો હતો. અય્યરના કેપ્ટન બન્યા બાદ ટીમે આઠ મેચો રમી પરંતુ એકપણ મેચમાં ગંભીર રમ્યો નથી. ઉલ્લેખનિય છે કે, જ્યારે ગંભીરે કેપ્ટનસી છોડ્યા બાદ પ્રથમ મેચ નહતો રમ્યો ત્યારે નવનિયુક્ત કેપ્ટન અય્યરને ગંભીરના ન રમવા પર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે શ્રેયસે કહ્યું કે, તેમને (ગંભીરે) પોતે જ પ્લેઈંગ ઈલેવનમાં ના રમવાનો નિર્ણય લીધો છે. શ્રેયસના આ નિવેદન પર ગંભીરે હવે પોતાનું મૌન તોડ્યું છે.

ગંભીરે એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું કે, તે ખોટી વાત છે કે, મે મને પ્લેઈંગ ઈલેવનથી બહાર રાખ્યો. ટીમ મેનેજમેન્ટે જે આ નિવેદન આપ્યો છે, તે બધી રીતે ખોટો છે. હાં, તે થઈ શકે કે મેનેજમેન્ટ કોઈ ગેમ પ્લાન બનાવી રહી હોય તેથી મને પ્લેઈંગ ઈલેવનમાં રાખવામાં ન રાખવામાં આવ્યો હોય. આનાથી મને કોઈ હેરાની પણ નહતી, પરંતુ જ્યારે તે વાત વારં-વાર કહેવામાં આવે છે કે, ગંભીર પોતે પાછળ હટી ગયા છે તો તે વાત ખોટી છે. ગંભીરે આઈપીએલની 11મી સિઝનમાં 6 મેચોમાં માત્ર 85 રન બનાવ્યા છે, તેની એવરેજ 17ની રહી જ્યારે સિઝનમાં તેમના બેસ્ટ 55 રન રહ્યાં.

(7:49 pm IST)