ખેલ-જગત
News of Tuesday, 22nd May 2018

IPL-11: 56 મેચમાં 817 સિક્સ ફટકારાય: બન્યો નવો રેકોર્ડ

નવી દિલ્હી: ટ્વેન્ટી૨૦ ફોર્મેટ એટલે ચોગ્ગા-છગ્ગાની રમઝટ અને તેમાં બોલરો હાવી થતાં હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આઇપીએલ-૧૧માં આ વખતે લીગ રાઉન્ડની ૫૬ મેચ સુધીમાં ૮૧૭ સિક્સ જોવા મળી છે. આઇપીએલની એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સનો આ નવો રેકોર્ડ છે. અગાઉ એક સિઝનમાં સૌથી વધુ સિક્સનો રેકોર્ડ ૨૦૧૧માં બન્યો હતો જ્યારે ૭૫ મેચમાં ૬૩૧ સિક્સ જોવા મળી હતી. આ વખતે એક મેચમાં સરેરાશ ૧૪ સિક્સ બંને ટીમોએ ફટકારી છે તેમ કહી શકાય. એક જ સિઝનમાં ૮૦૦થી વધુ સિક્સ ફટકારાઇ હોય તેવું પણ આ વખતે પ્રથમ વાર બન્યું છે. આ વખતે દિલ્હી ડેરડેવિલ્સના રિષભ પંતે સૌથી વધુ ૩૭ સિક્સ ફટકારેલી છે. ટીમની વાત કરવામાં આવે તો ચેન્નાઇ સુપર કિંગ્સે ૧૪ ઇનિંગ્સમાં સૌથી વધુ ૧૩૦  જ્યારે રાજસ્થાન રોયલ્સે સૌથી ઓછી ૭૨ સિક્સ ફટકારી છે. આઇપીએલના ઈતિહાસમાં ક્રિસ ગેઇલે સૌથી વધુ ૧૧૨ મેચમાં ૨૯૨ સિક્સ ફટકારેલી છે. આ યાદીમાં એબી ડી વિલિયર્સ ૧૪૧ મેચમાં ૧૮૭ સિક્સ સાથે બીજા અને એમએસ ધોની ૧૭૩ મેચમાં ૧૮૬ સિક્સ સાથે ત્રીજા સ્થાને છે.   
 

(4:59 pm IST)