News of Thursday, 22nd April 2021
ચેન્નાઇની જીતની હેટ્રીકઃ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને
ડુપ્લેસિસના ૬૦ બોલમાં ૪ છગ્ગા અને ૯ ચોગ્ગા સાથે ૯પ રનની અણનમ અફલાતૂન ઇનિંગની મદદથી ચેન્નાઇએ ર૦ ઓવરમાં ૩ વિકેટે રર૦ રનનો જંગી જુમલો ખડકી દીધો હતો. કોલકતાના કમિન્સના અણનમ ૬૬ અને રસેલના પ૪ રન ટીમને જીત અપાવી શકી ન હતી. ચેન્નાઇ ૪ મેચમાં ૩ જીત સાથે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે.
(3:29 pm IST)