ખેલ-જગત
News of Monday, 22nd April 2019

જાડેજા અને ઉનડકટ નહીં કરે વોટિંગઃ બંનેના આવતી કાલે મેચ છે

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર બેટ્સમેન રવીન્દ્ર જાડેજાનું નામ જામનગરના વોટર્સ-લિસ્ટમાં અને ઇન્ડિયન ટીમના આશાસ્પદ મીડિયમ પેસ બોલર જયદેવ ઉનડકટનું નામ પોરબંદરના વોટર્સ-લિસ્ટમાં છે, પણ જાડેજા કે ઉનડકટ બેમાંથી એક પણ પ્લેયર આવતી કાલે વોટિંગ નથી કરી શકવાના. જાડેજાની ચેન્નઈ સુપર કિંગ્સની મેચ આવતી કાલે ચેન્નઈમાં છે જે માટે જાડેજાએ આજે જ ચેન્નઈ પહોંચી જવું પડશે તો રાજસ્થાન રોયલ્સના જયદેવ ઉનડકટની આજે દિલ્હી કેપિટલ્સ સામે દિલ્હીમાં મેચ છે અને દિલ્હીથી પોરબંદર તાત્કાલિક પહોંચવા માટે તેને કોઈ ફ્લાઇટ મળી ન હોવાથી તે પણ વોટિંગ માટે પોરબંદર પહોંચી શકવાનો નથી

(3:38 pm IST)