ખેલ-જગત
News of Monday, 22nd April 2019

જુડોમાં રાષ્ટ્ર કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવી આહીર જ્ઞાતિનું ગૌરવ વધારતી જહાન્વી મેતા

રાજકોટ તા. ૨૦ : મુળ કોટડા સાંગાણી તાલુકાના સતાપરના વતની અને હાલ રાજકોટ નિર્મળભાઇ રાયધનભાઇ મેતા (મો.૯૭૧૪૮ ૩૬૫૫૧) ની સુપુત્રી કુ. જહાન્વીએ તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રી કક્ષાની જુડો કોમ્પીટીશનમાં થર્ડ રેન્ક સાથે બ્રોન્ઝ મેડલ મેળવી આહીર જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે. ઉલ્લખેનીય છે કોટેચા ગર્લ્સ સ્કુલમાં અભ્યાસ કરતી કુ. જહાન્વી આ પહેલા પણ ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ચુકી છે. તેમજ સ્કુલ ગેઇમ ફેડરેશન ઓફ ઇન્ડિયા યોજીત શાળાકીય રમતોત્સવમાં પણ પ્રથમ સ્થાન મેળવી કાબેલીયત પુરવાર કરી હતી.

(11:29 am IST)