ખેલ-જગત
News of Monday, 22nd April 2019

આહીર જ્ઞાતિનું ગૌરવ : સ્નેહા ખાટરીયાને નેશનલ પાવર લીટીંગમાં બ્રોન્ઝ મેડલ

રાજકોટ તા. ૨૦ : પાવર લીફટીંગમાં સબ જુનિયર, જુનિયર બોયઝ ગર્લ્સ નેશનલ ચેમ્પીયનશીપ ૨૦૧૯ નું આયોજન તાજેતરમાં કલકતા ખાતે થયુ હતુ. જેમાં રાજકોટની સાધુવાસવાણી સ્કુલમાં ધો.૮ માં અભ્યાસ કરતી સ્નેહા ધૈવતભાઇ ખાટરીયાએ ૭૨ કિ.ગ્રા. વજન કેટેગરીમાં ૧૧૦ કિ.ગ્રા. વજન ઉચકી બ્રોન્ઝ મેડલ મેળવી શાળા અને આહીર જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે. પાવરલીફટીંગની સાથે તેણી કુસ્તીમાં પણ સારી ફાવટ ધરાવે છે. આ પહેલા પણ પાવરલીફટીંગમાં સ્ટેટ લેવલે સીલ્વર મેડલ હાંસલ કરી ચુકી છે. ઉલ્લેખનીય છે કે કુ. સ્નેહાના પિતાશ્રી ધૈવતભાઇ ખાટરીયા (મો.૯૨૭૭૨ ૦૦૦૦૫) મુળ કુકાવવા તાલુકાના દેવગામના વતની છે અને હાલ રાજકોટ  દુધના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જયારે દાદા ભગવાનભાઇ એસ.બી.આઇ.ના નિવૃત બ્રાંચ મેનેજર છે.

(11:28 am IST)