ખેલ-જગત
News of Thursday, 22nd March 2018

ઈંગ્લેન્ડનો ઐતિહાસિક ધબડકો : માત્ર ૫૮માં ઓલઆઉટ : ટ્રેન્ટ બોલ્ટનો તરખાટ ૮ વિકેટો ખેરવી : કિવિઝ ૧૫૯/૩ : ૧૦૩ની લીડ

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેના ડે એન્ટ નાઈટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ ઈંગ્લેન્ડનો ધબડકો થયો છે. પ્રથમ દાવ લેતા ઈંગ્લેન્ડની આખી ટીમ ૨૦.૪ ઓવરમાં માત્ર ૫૮ રનમાં ઓલઆઉટ : ઈંગ્લેન્ડના ૮ બેટ્સમેનો બે આંકડે પણ પહોંચી ન શકયા : ટ્રેન્ટ બોલ્ટે ૧૦.૨ ઓવરમાં ૩૨ રનમાં ૬ વિકેટો ખેરવી, જયારે ટીમ સાઉથીએ ૪ વિકેટો લીધી હતી. જવાબમાં આ લખાય છે ત્યારે ન્યુઝીલેન્ડેે ૬૫ ઓવરમાં ૩ વિકેટે ૧૬૪ રન બનાવી લીધા છે, જીત રાવલ ૩, ટોમ લાથમ ૨૬ અને રોસ ટેલર ૨૦ રન બનાવી આઉટ થયા છે, કેપ્ટન કેન વિલિયમ્સન ૮૯ અને હેનરી નિકોલસ ૧૫ રને દાવમાં છે, જેમ્સ એન્ડરસનને ૨ અને સ્ટુઅર્ટ બ્રોડે ૧ વિકેટ લીધી છે, કિવિઝને ૧૦૬ રનની લીડ મળી છે

(4:21 pm IST)