ખેલ-જગત
News of Wednesday, 22nd January 2020

ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં ગુજરાતના સ્પર્ધકોએ ડંકો વગાડ્યો : 16 ગોલ્ડ સાથે કુલ 52 મેડલ મેળવ્યા

ગુજરાત કુલ 52 મેડલની સાથે 9માં ક્રમાંકે: સૌથી વધારે મેડલ સાથે મહારાષ્ટ્ર નંબર વન

 

અમદાવાદ : દેશના વિદ્યાર્થીઓ/સ્પર્ધકો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે ખેલો ઈન્ડિયા-2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં વર્ષ 2018 અને 2019માં પણ આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ખેલાડીઓ પણ તેમાં ભાગ લઈ રહ્યાં છે. આ વખતે ખેલો ઈન્ડિયા કાર્યક્રમ ગુવાહાટી ખાતે યોજાઈ રહ્યો છે

ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં કુલ 16 ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને મેડલ મીટરમાં જોવા જઈએ તો તે કુલ 52 મેડલની સાથે 9માં ક્રમાંકે છે. આ ઉપરાંત સૌથી વધારે મેડલ સાથે મહારાષ્ટ્ર નંબર 1 પર છે.

કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલય દ્વારા આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલો ઈન્ડિયા ઈવેન્ટમાં ખેલાડીઓને પ્રતિભા તપાસવામાં આવશે અને જે ટીમ કે ખેલાડી સારૂં પ્રદર્શન કરશે તેને આર્થિક મદદ પણ આપવામાં આવશે. પસંદગી પામેલાં ખેલાડીઓને 8 વર્ષ માટે 5 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.

(1:15 am IST)