ખેલ-જગત
News of Wednesday, 22nd January 2020

સ્પોર્ટસ ફટાફટ

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્લેયર શોએબ અખ્તરે કહ્યું કે ટીમ ઇન્ડિયા કો આખીર ધોની કા રિપ્લેશમેન્ટ મીલ ગયા. મનીષ પાંડે એકદમ ફિટછે. શ્રેયસ અય્યર પણ કમ્પલીટ પ્યલર છે.

ઓસ્ટ્રિયામાં ચાલી રહેલા મેયટન કપમાં એસ ઇન્ડિયન શૂટર અપૂર્વી ચંડેલા અને દિવ્યાંશ સિંહ પરમારે અનુક્રમે મહિલા અને પુરૂષની એકલ ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. અપૂર્વી અને દિવ્યાંશનો સ્કોર અનુક્રમે ૨૫૧.૪ અને ૨૪૯.૭ રહ્યો હતો.

બેન્યલોરમાં નેશનલ ક્રિકેટ એકડેમી (એનસીએ) ખાતે હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર અને શિખર ધવન ઇન્ડિયન ટ્રેઇનર યોગેશ પરમારના નેજા હેઠળ ટ્રેઇનિંગ કરાશે. ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે નીકળી ચૂકી છે. જ્યારે આ પ્યેલરોની ત્રિપુટી ઇજાગ્રસ્ત હોવાથી એનસીએમાં ટ્રેઇનિંગ પૂરી કરાશે.

સાર્બિયામાં યોજાયેલ નવમી નેશનલ કપ ઇન્ટરનેશનલ બોકિસંગ ચેમ્પિયનશિપ્સમાં ભારતના ચાર બોકસરોએ સ્લિવર મેડલ મેળવ્યા છે. મીના કુમારી (૫૪ કિલોગ્રામ), મોનિકા (૪૮ કિલોગ્રામ), રિતુ ગેરવેલ (૫૧ કિલોગ્રામ), અને ભાગ્યવતી (૭૫ કિલોગ્રામ) એમ ચાર અલગ-અલગ કેટેગરીમાં ઇન્ડિયાને સિલ્વર મેડલ મળ્યા છે.

(3:29 pm IST)