ખેલ-જગત
News of Wednesday, 22nd January 2020

ક્વિન્ટન ડી કોક બન્યા સાઉથ આફ્રિકી વનડે ટીમના નવા કેપ્ટન: ટીમમાં પાંચ નવા ખેલાડીઓ સામેલ

ફાફ ડુ પ્લેસીસને હટાવી ક્વિન્ટન ડી કોકને આ જવાબદારી અપાઈ

મુંબઈ : ક્વિન્ટન ડી કોક સાઉથ આફ્રિકાની વનડે ટીમના નવા કેપ્ટન હશે. ફાફ ડુ પ્લેસીસને હટાવી ક્વિન્ટન ડી કોકને આ જવાબદારી આપવામાં આવી છે. ઇંગ્લેન્ડ સામે વનડે સીરીઝની જાહેરાત કરતા ક્રિકેટ સાઉથ આફ્રિકાએ આ જાણકારી આપી છે. ફાફ ડુ પ્લેસીસને ઇંગ્લેન્ડ સામે વનડે સીરીઝ માટે ટીમથી બહાર કરી દેવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકા ટીમમાં પાંચ નવા ચેહરાને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં લુથો સિપાંલા, કાયલ વેરિએન, સિસાંડા માગલા, જાનેમન મલાન અને બ્યોન ફોર્ટુઈન સામેલ છે. ત્રણ વનડેની સીરીઝની પ્રથમ મેચ ૪ ફ્રેબુઆરીના કેપટાઉનમાં હશે.

 ઝડપી બોલર કાગીસો રબાડાને સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ક્રિસ મોરીસ અને ડ્વેન પ્રીટોરીયસ ટીમમાં વાપસી કરવામાં નિષ્ફળ રહ્યા છે. તબરેજ શમ્સી, લુંગી એનગીડી, જોન જોન સ્મટ્સને ટીમથી જોડાયા પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે.

  ક્વિન્ટન ડી કોકને કેપ્ટન બનાવવાની જાહેરાત કરતા સાઉથ આફ્રિકી ક્રિકેટના નિર્દેશક ગીમ સ્મિથે જણાવ્યું છે કે, 'ક્વિન્ટન ડી કોકની ક્વોલીટીના વિશેમાં બધાને જાણ છે. ઘણા વર્ષોથી અમે તેમનો આત્મવિશ્વાસ વધતો જોઈ રહ્યા છીએ અને તે આ સમયે દુનિયાના ટોપના વિકેટકીપર્સમાં સામેલ છે. તે ઘણા હોશિયાર છે અને અમને ભરોસો છે કે, નવી ભૂમિકા મળ્યા બાદ તેમનું પ્રદર્શન સારુ રહેશે.'

ઇંગ્લેન્ડ સામેની વનડે સીરીઝ માટે ટીમ આ પ્રકાર છે : ક્વિન્ટન ડી કોક (કેપ્ટન/વિકેટકીપર), રેજા હેન્ડ્રીક્સ, ટેમ્બા બાવુમાં, રેસી વાન ડર ડુસેન, ડેવિડ મિલર, જોન સ્મટ્સ, એન્ડીલ ફેહલુકવાયો, લુંગી એનગીડી, લુથો સિપાંલા, તબરેજ શમ્સી, સીસાંડા માગલા, બ્યોન ફોર્ટુઈન, બ્યુરન હેન્ડ્રીક્સ, જાનેમન મલાન અને કાયલ વેરીયન.

(12:01 pm IST)