ખેલ-જગત
News of Tuesday, 22nd January 2019

ન્યુઝીલેન્ડ સામે ભારતીય ક્રિકેટ ટીમ 1600મી વનડે મેચ રમશે

નવી દિલ્હી:ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે બુધવારે નેપિયરમાં પ્રથમ વન-ડે રમવા ઊતરશે ત્યારે આ તેના ક્રિકેટ ઇતિહાસની ૧,૬૦૦મી મેચ હશે. ભારતે ૧૯૩૨માં ક્રિકેટના સફરની શરૂઆત કરી હતી જે ૮૭ વર્ષે ૧,૬૦૦મી મેચ પર પહોંચવા જઈ રહ્યો છે. ભારતીય ટીમે અત્યાર સુધી ૫૩૩ ટેસ્ટ, ૯૫૬ વન-ડે અને ૧૧૦ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચ રમી છે. ભારત પાંચ મેચની સિરીઝની પ્રથમ વન-ડેમાં ઊતરવાની સાથે આ સિદ્દિ મેળવી લેશે. ભારત આ સાથે કુલ ૧,૬૦૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ત્રીજો દેશ બની જશે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી કુલ ૧,૮૫૪ મેચ રમી છે અને ઇંગ્લેન્ડે ૧,૮૩૩ મેચ રમી છે. ભારતે પોતાની ૧,૫૯૯ મેચ પૈકી ૭૧૩માં જીત મેળવી છે. ૬૧૫માં પરાજય મળ્યો છે. ૧૧ મેચ ટાઇ રહી છે અને ૪૩ મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. બીજી તરફ ન્યૂઝીલેન્ડ પણ આ સિરીઝની ચોથી મેચ રમવા ઊતરશે ત્યારે તે પોતાની ૧,૩૦૦મી આંતરરાષ્ટ્રીય મેચ પૂર્ણ કરશે. ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી ૧,૨૯૬ મેચ રમી છે જે પૈકી ૪૮૮ મેચ જીતી છે અને ૫૮૯ મેચમાં હાર મળી છે. ૧૧ મેચ ટાઇ થઈ છે અને ૧૬૫ મેચ ડ્રો થઈ છે. ૪૩ મેચનું પરિણામ આવ્યું નથી.

 

(6:25 pm IST)