ખેલ-જગત
News of Tuesday, 22nd January 2019

રોહિત શર્મા તેમની સાથે રિલેશનશીપમાં રહ્યા છેઃ બિગ બોસની પૂર્વ કન્ટેસ્‍ટન્‍ઠ સોહિયા હયાતના દાવાથી ખળભળાટ

નવી દિલ્હી: બિગ બોસની પૂર્વ કન્ટેસ્ટન્ટ સોફિયા હયાત છાશવારે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતી હોય છે. સોફિયાએ રોહિત શર્મા સાથેના પોતાના સંબંધ અંગે મોટા મોટા દાવા કર્યા છે. જો કે રોહિત શર્મા તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. નોંધનીય છે કે રોહિતે વર્ષ 2015માં રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતાં અને હાલમાં જ પિતા બન્યો છે.

સોફિયા હયાતે Spotboyને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે પોતાના જીવન પર પુસ્તક લખી રહી છે. પુસ્તકમાં તેણે રોહિત શર્મા અને પોતાના સંબંધો અંગે પણ લખવાની વાત કરી છે. રોહિત સાથે પોતાના સંબંધો અંગે સોફિયાએ દાવો કર્યો કે "બંને પહેલીવાર લંડનની એક ક્લબમાં મળ્યા હતાં. રોહિતે પહેલી મુલાકાતમાં જ તેને કિસ કરી હતી."

સોફિયાએ એવો પણ દાવો કર્યો કે "હું ક્લબમાં ડાન્સ કરી રહી હતી, ત્યારે મારા એક મિત્રએ રોહિત શર્મા સાથે  ઓળખાણ કરાવી. મારા મિત્રએ જણાવ્યું કે આ રોહિત શર્મા છે જો કે ત્યારે હું તેને ઓળખતી નહતી કારણ કે હું બહુ ક્રિકેટ જોતી નહતી. અમે એકબીજા સાથે વાત કરી અને જલદી અમે ક્લબના એકાંતમાં ગયાં. ત્યાં બધુ બહુ જલદી થયું. ત્યાં રોહિતે મને કિસ કરી. ત્યારબાદ અમે એકસાથે ફરીથી ડાન્સ કર્યો."

સોફિયાએ ઈન્ટરવ્યુમાં રોહિત અને તેની વચ્ચે બ્રેકઅપ  કેમ થયું તેના ઉપર ચર્ચા કરી. તેણે કહ્યું કે અમારી બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ રોહિતે મીડિયા સામે મારો પરિચય તેના એક ફેન તરીકે કરાવ્યો. આ વાતથી મને આઘાત લાગ્યો અને ત્યારબાદ અમારા રસ્તા અલગ થઈ ગયાં.

જો કે સોફિયાના આ દાવા બાદ અનેક લોકોએ જૂની ટ્વિટ બતાવી જેમાં વિરાટ કોહલી સાથે તેનું નામ જોડાયું હતું. સોફિયાએ વિરાટ કોહલીના સમાચારોને ખોટા બતાવ્યાં અને એક વીડિયો પણ જારી કર્યો. જો કે સોફિયાએ સ્વીકાર્યું કે તે રોહિત સાથે સંબંધમાં હતી. પરંતુ વિરાટ સાથે રિલેશનશીપ અંગે કશું કહ્યું નહીં. તેણે એ પણ કહ્યું કે જૂની ટ્વિટ ફોટોશોપ કરાયેલી છે. 

(5:15 pm IST)