News of Tuesday, 22nd January 2019
હાર બાદ થયો ઘાંઘો
જાપાનનો ખેલાડી કેઈ નિશિકોરી પાંચ કલાક અને પાંચ મિનિટ સુધી ચાલેલી મેચ બાદ સ્પેનના પાબ્લો કરીઈનો બસ્ટાને ૬-૭, ૪-૬, ૭-૬, ૬-૪, ૭-૬થી હરાવીને કવોર્ટર ફાઈનલમાં પ્રવેશ્યો હતો. જો કે સ્પેનનો ખેલાડી મેચ પૂરી થયા બાદ હારને નહોતો જીરવી શકયો. ચોથા સેટ દરમિયાન એક નિર્ણય અમ્પાયરે તેની તરફેણમાં આપ્યો નહોતો, જેનો ગુસ્સો તેણે કોર્ટમાંથી બહાર જતી વખતે અમ્પાયર સામે બરાડા પાડીને તેમજ પોતાની કિટ - બેગ કોર્ટ પર ફેંકીને ઉતાર્યો હતો. જો કે મેચ બાદ તેણે પોતાના આ વર્તન બદલ માફી પણ માગી હતી.
(3:40 pm IST)