ખેલ-જગત
News of Monday, 22nd January 2018

મુંબઈ મેરોથોની વિજેતા બની ઇથિપોલિયાની દોડવીર સોલોમન

નવી દિલ્હી: રવિવારે યોજાયેલ મુંબઈ મેરોથોનમાં ઇથિયોપિયાની દોડવીરે બાજી મારી લીધી હતી. ઇથિયોપિયાની દોડવીર સોલોમન ડેકીસાએ પુરુષ વર્ગનો ખિતાબ જીત્યો છે, ઉપરાંત ડેકીસની હમવતન અમને ગોબેન્નાએ મહિલા વર્ગમાં ખિતાબ પોતાના નામે કર્યું છે. ભારતીય પુરુષ વર્ગમાં ગોપી થૉનકલ અને મહિલા વર્ગમાં સુધા સિંહે જીત મેળવી છે.

ભારતીય ઍથ્લીટોના પુરુષ વર્ગમાં પહેલા નંબર રેહનાર ગોપીએ 2 કલાક અને 16 મિનિટ અને 52 સેકેન્ડમાં દોડ પુરી કરી હતી. બીજા નંબર પર રેહનાર નિણેદ્ર સિંહ રાવત અને ત્રીજા સ્થાન પર શ્રીનું બુગતાએ બાજી મારી હતી.

(5:05 pm IST)