ખેલ-જગત
News of Monday, 21st December 2020

સચિન તેંડુલકરનએ કોરોનાના કારણે વધુ એક નજીકના મિત્ર-પૂર્વ ક્રિકેટર વિજય શિર્કેને ગુમાવ્‍યાઃ મુંબઇ નજીક થાણે જિલ્લાની હોસ્‍પિટલમાં 57 વર્ષની વયે અવસાન

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરએ કોરોના વાયરસ મહામારીના લીધે વધુ એક નજીકનો મિત્ર ગુમાવી દીધો છે. પૂર્વ ક્રિકેટર વિજય શિર્કેનું મુંબઇ નજીક થાણે જિલ્લાની એક હોસ્પિટલમાં નિધન થઇ ગયું છે. તે 57 વર્ષના હતા

સચિન સાથે રમતા હતા ક્રિકેટ

1980ના દાયકામાં સનગ્રેસ મફતલાલ ટીમ માટે સચિન તેંડુલકર અને વિજય શિર્કે એકસાથે ક્રિકેટ રમતા હતા. વિજય ફાસ્ટ બોલર તરીકે આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

સલિલ અંકોલાએ વ્યક્ત કર્યું દુખ

સચિનના જૂના સાથી સલિલ અંકોલાએ પોતાના ફેસબુક પેજ પર વિજય શિર્કેને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે 'તમે જલદી અલવિદા કહી દીધું મારા મિત્ર, તમારી આત્માને શાંતિ મળે, મેદાન ને મેદાનની બહાર આપણે લોકોએ જે સમય વિતાવ્યો તે ક્યારે ભુલાશે નહી.

કોરોનાનો શિકાર

થોડા સમય પહેલાં વિજય શિર્કેને કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. ત્યારબાદ તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમણે આ બિમારીથી છુટકારો મેળવી લીધો હતો, પરંતુ કોવિડ 19ની સાઇડ ઇફેક્ટના લીધે તે દુનિયાને અલવિદા કહી ગયા.

સચિનના વધુ એક મિત્રનું નિધન

સચિન તેંડુલકરે આ પહેલાં પણ આવા દુખનો સામનો કરવો પડ્યો હતો. તેમના વધુ એક મિત્ર અવિ કદમનું નિધન પણ કોરોના વાયરસના મહામારીના લીધે થયું હતું. ઓક્ટોબર 2020માં અવિએ આ દુનિયાને અલવિદા કહી દેવામાં આવ્યું હતું.

(4:49 pm IST)