ખેલ-જગત
News of Wednesday, 21st November 2018

એમ.એસ.ધોનીને હવે કોઇના માટે કશુ સાબિત કરવાની જરૂર નથીઃ નવોદિત ક્રિકેટર હાર્દિક પંડ્યા

અભિમન્યુ મિશ્રા, TNN: બોલિવૂડ ફિલ્મની જેમ તે ચમકતો સ્ટાર બની ગયો. એકદમ શાંત સ્વભાવનો અને વડોદરાનો રહેવાસી ક્રિકેટર અને સોશિયલ મીડિયા પર દબદબો ધરાવતો હાર્દિક પંડ્યા પોતાની રમતના કારણે કારણે જ નહીં પણ પોતાના પ્રભાવિત સ્વભાવ અને ફિમેલને આકર્ષિત કરનારા યુવક તરીકે જાણીતો છે. હાર્દિક પોતાના નવા-નવા રુપના કારણે પણ જાણીતો છે, તે પોતાની સ્ટાઈલ અને લાઈફ ઈવેન્ટ્સને સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરતો રહે છે. હાર્દિકનો કમાલ હવે ઓસ્ટ્રેલિયા સામે જોવા મળવાનો છે તે પહેલા તેણે અમારી સાથે ક્રિકેટ સાથે જોડાયેલી વાતો કરી અને તેણે ધોની વિશે પણ મોટી કરી હતી.

મે 60 દિવસના આરામ બાદ ફરીથી બોલિંગ કરવાનું શરું કર્યું છે અને હવે સારું લાગી રહ્યું છે, પણ તમારે સખત મહેનત કરતા રહેવું પડે છે. મને લાગે છે કે હું ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝ શરુ થાય તે પહેલા ફીટ થઈ જઈશ.

અમે બન્ને વર્લ્ડકપમાં ભારત માટે રમીએ તો કેવું રહેશે? કોઈ પણ ખેલાડી માટે એ ગર્વની વાત હોય કે તે પોતાના દેશ માટે વર્લ્ડ કપમાં રમવા માટે ઉતરે, અને જો અમને બન્નેને રમવાની તક મળે તો અમારા માટે ઘણું સારું કહેવાશે.

ઓસ્ટ્રેલિયા સારી પ્રતિદ્વદ્વિ ટીમ છે. અને જ્યારે તેઓ પોતાના હોમ ગ્રાઉન્ડ પર હોય તેમને પાછળ છોડવા મુશ્કેલ થઈ જાય છે. પણ ટીમ ઈન્ડિયા સારા ફોર્મમાં છે અને આપણી ટીમ મજબૂત છે. તો મને લાગે છે કે આ સીરિઝ લડતવાળી રહેશે અને મને લાગે છે કે ભારતનો અહીં વિજય થશે. પણ અમે ક્યારેય ઓસ્ટ્રેલિયાને હળવા હાથે નથી લેતા. ભલે ટીમમાં ડેવિડ વોર્નર જેવા કી પ્લેયર નથી પણ તેમની ટીમ મહેતન ચોક્કસ કરશે.

મહેન્દ્રસિંહ ધોનીને જરુર નથી કે તેણે કોઈના માટે કશું સાબિત કરવું પડે. તેઓ અત્યાર સુધીના સમયના મહાન ખેલાડી છે અને તેમને ખ્યાલ છે કે તેઓ શું કરી રહ્યા છે.

આ વર્ષ દરમિયાન સારી રમત માટે સખતમાં સખત મહેનત કરવી સહેલી નથી. તો થોડું એન્ટરટેન્મેન્ટ તો કરવું પડે ને. મારી લાઈફને હું સોશિયલ મીડિયા પર ફેન્સ માટે શેર કરું છું, મારા લુક પર એક્સપરિમેન્ટ્સ કરું છું તેનાથી મને આરામ મળે છે અને અનિચ્છાઓ દૂર થાય છે. તમારે તમારી જાતને શાંત રાખવી જરુરી છે.

(5:55 pm IST)