ખેલ-જગત
News of Monday, 21st September 2020

એ શોર્ટ રન ન હતો, અમ્પાયરને જ મેન ઓફ ધ મેચ જાહેર કરવો જોઈએ

સેહવાગે અમ્પાયર ઉપર ગુસ્સો ઠાલવ્યો

મુંબઈઃ કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ગઈકાલે ટાઇ રહી હતી ત્યારે દર્શકોને આકર્ષક મેચ જોવા મળી હતી. મેચમાં દિલ્હીએ માર્કસ સ્ટોઇનિસની માત્ર ૨૧ બોલમાં સાત ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી ૫૩ રનની વિસ્ફોટક અર્ધસદીની મદદથી ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૫૭ રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો.

જયારે પંજાબે પણ ૨૦ ઓવરમાં આઠ વિકેટ પર ૧૫૭ રન બનાવ્યા હતા અને મેચ ટાઈ થઇ હતી. મેચ હવે સુપર ઓવરમાં એક નિર્ણય માટે ગઈ જેમાં દિલ્હી સરળતાથી જીતી ગયું હતુ. મેચ બાદ પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે અમ્પાયરનાં એક નિર્ણય પર ગુસ્સો વ્યકત કર્યો હતો, જેમા રન પુરો થયા બાદ તેને શોર્ટ કરાર કરવામાં આવ્યો હતો .

સેહવાગે મેચ અમ્પાયર નીતિન મેનનનાં નિર્ણય પર ગુસ્સો વ્યકત કરતા ટ્વીટ કરીને કહ્યું કે, હું મેન ઓફ ધ મેચની પસંદગી સાથે સહમત નથી. શોર્ટ રન આપનાર અમ્પાયર મેન ઓફ ધ મેચ હોવા જોઈએ. તે શોર્ટ રન ન હતો અને તેણે જ મેચમાં અંતર ઉભો કર્યો.

(4:03 pm IST)