ખેલ-જગત
News of Wednesday, 21st August 2019

બાંગ્લાદેશ પ્રવાસ માટે અફઘાનિસ્તાન ક્રિક્ર્ટ ટીમ જાહેર:ટેસ્ટ અને ટી-20 માટે રાશીદ ખાન કેપ્ટ્ન

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ સામે રમાવનારી એક માત્ર ટેસ્ટ અને ટી-૨૦ ટ્રાઈ સીરીઝમાં ટીમની આગેવાની સ્ટાર સ્પિનર રાશીદ ખાનને સોંપવામાં આવી છે. ટેસ્ટ મેચ પાંચ સપ્ટેમ્બરથી જયારે ત્રિકોણીય સીરીઝ ૧૩ સપ્ટેમ્બરથી રમાશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટેસ્ટ માટે ૧૫ અને ઝિમ્બાબ્વે તથા બાંગ્લાદેશ સામે રમાવનારી ટી-૨૦ ત્રિકોણીય સીરીઝ માટે ૧૭ સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન ટીમના ખુબ જ ખરાબ પ્રદર્શન બાદ અફઘાનિસ્તાન બોર્ડે આ મોટો નિર્ણય લીધો છે. હવે ગુલાબદિન નઇબના સ્થાન પર યુવા રાશીદ ખાન આ જવાબદારી નિભાવશે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકર્તા એન્ડી મોલ્સ સહિત મુજાહિદ જાદરાને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના હેડક્વાટરમાં આ ટીમની જાહેરાત કરી છે.

હવે ટીમની જાહેરાત બાદ આગામી પ્રવાસ પહેલા અફઘાનિસ્તાન ટીમ ટ્રેનિંગ કેમ્પ માટે અબુ ધાબી રવાના થશે. ટીમ ટ્રેનિંગ કેમ્પની તૈયારીઓમાં જોડાઈ જશે. અફઘાનિસ્તાનની ટીમ ૩૦ ઓગસ્ટના બાંગ્લાદેશના રવાના થશે. જ્યારે બાંગ્લાદેશ સામે એકમાત્ર ટેસ્ટ મેચની શરૂઆત ૫ સપ્ટેમ્બરથી થશે. જયારે ટ્રાઈ સીરીઝમાં ઝિમ્બાબ્વેની ટીમ પણ આ બંને ટીમોની સાથે જોડાશે. અફઘાનિસ્તાનની ટીમ ૧૪ ઓગસ્ટના ઝિમ્બાબ્વે સામે ટ્રાઈ સીરીઝ અભિયાનની શરૂઆત કરશે. ટ્રાઈ સીરીઝની ફાઈનલ મેચ ૨૪ સપ્ટેમ્બરના રમાશે.

અફઘાનીસ્તાનની ટેસ્ટ ટીમ : રાશીદ ખાન (કેપ્ટન), અસગર અફગાન, મોહમ્મદ નબી, એહસન ઉલ્લાહ જાનત, ઈબ્રાહીમ જાદરાન, રહમત શાહ, હશમત ઉલ્લા શાહીદી, ઇકરામ અલી ખીલ, ઝહિર ખાન, જાવેદ અહમદી, સઈદ શિરજાદ, યામીન અહમદજઈ, અફસર જજઈ, શાપૂર જાદરાન, કૈસ અહેમદ.

અફઘાનિસ્તાનની ટી-૨૦ ટીમ આ પ્રકાર છે : રાશીદ ખાન (કેપ્ટન), અસગર અફગાન, મોહમ્મદ નબી, હજરત ઉલ્લાહ જજઈ, નજીબ તારકઈ, મુજીબ ઉર રહેમાન, શરાફૂદ્દીન અશરફ, નજીબ ઉલ્લાહ જાદરાન, શાહિદ ઉલ્લાહ કમાલ, કરીમ જાનત, ગુલાબદિન નૈબ, ફરીદ અહેમદ મલિક, શફીક ઉલ્લાહુલ્લાહ નવીન ઉલ હક, રહેમાન ઉલ્લાહ ગુરબાજ.

(12:09 pm IST)