ખેલ-જગત
News of Sunday, 21st July 2019

હિમાદાસે ઇતિહાસ રચ્યો :એક મહિનામાં પાંચમો ગોલ્ડમેડલ: 400 મીટરમાં પણ સુવર્ણચંદ્રક જીત્યો

બીજા નંબર પર પણ ભારતની વીકે વિસ્મયા:હિમા કરતાં 53 સેકન્ડ પાછળ

નવી દિલ્હી :ભારતની સ્ટાર ખેલાડી હિમા દાસે વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. હિમાએ ચેક ગણરાજ્યમાં નોવે મેસ્ટો નાડ મેટુજી ગ્રાં પ્રીમાં મહિલાઓની 400 મીટરની સ્પર્ધામાં પહેલું સ્થાન મેળવ્યુ છે. હિમાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કરીને જાણકારી આપી હતી.

   ફોટાની સાથે હિમાએ લખ્યુ છે, 'આજે (શનિવારે) ચેક ગણરાજ્યમાં 400 મીટર સ્પર્ધામાં પ્રથમ સ્થાને આવીને સ્પર્ધા પુરી કરી છે.'હિમાએ 52.09 સેકન્ડનો સમય લીધો હતો. હિમાએ આ મહિને આ પાંચમો સવર્ણ પદક મેળવ્યો છે

 આ  પહેલાં તેણે બીજી જૂલાઈએ યુરોપમાં, સાત જૂલઈએ કુંટો એથલેટિક્સ મીટમાં, 13 જૂલાઈએ ચેક ગણરાજ્યમાં જ અને 17 જૂલાઈએ ટાબોર ગ્રાં પીમાં અલગ અલગ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.

   બીજા નંબર પર પણ ભારતની વીકે વિસ્મયા રહી હતી. જે હિમા કરતાં 53 સેકન્ડ પાછળ હતી. તે બીજુ સ્થાન મેળવવામાં સફળ રહી છે. વિસ્મયાએ 52.48 સેકન્ડનો સમય લીધો હતો. ત્રીજા સ્થાને સરિતાબેન ગાયકવાડ રહી છે, જેણે 53.28 સેન્જડનો સમય લીધો હતો.

 
 
   

(12:46 pm IST)