ખેલ-જગત
News of Thursday, 20th June 2019

ભારતની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટની યજમાની પરનો પ્રતિબંધ હટાવાયો

ઇન્ટરનેશનલ ઓલમ્પિલ કમિટીએ તાત્કાલિક અસરથી બેન હટાવી લીધો

નવી દિલ્હી :ભારત પર આંતર રાષ્ટ્રીય ટુર્નામેન્ટ યોજવા યજમાની પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે ઇન્ડિયન ઓલમ્પિક એસો,એ એક પત્ર લખીને આ અંગે જાણકારી અપાતા તમામ દેશ અને ખેલાડીઓને ભારતમાં ઇન્ટર નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો માર્ગ મોકળો બન્યો છે

  ઈન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટિએ  ભારતની અંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સની યજમાની પર લાગેલા પ્રતિબંધ હટાવી લીધો છે.કમિટીએ ઈન્ડિયન ઑલિમ્પિક એસોસિએશનને પત્ર લખીને આ અંગે માહિતી આપી હતી ખેલ મંત્રાલયે એસો,ને  લખીને કહ્યું હતું કે,તમામ દેશો અને ખેલાડીઓને ભારતમાં ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લેવાની પરવાનગી આપશે જેને IOC દ્વારા માન્યતા પ્રાપ્ત છે.

   આ પત્ર બાદ  આઈઓસીના કાર્યકારી બોર્ડ બેઠક યોજાઈ હતી નિદેશ જેમ્સ મેક્લોડે પત્રમાં લખ્યું છે, ‘અમને 18 જૂન 2019ના રોજ પત્ર મળ્યોહતો  ભારતીય સરકારની સ્પષ્ટતા હતી. આઈઓસી કાર્યકારી બોર્ડે  બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરતા ભારતને જે પત્ર મોકલ્યો છે, તેના આધારે ખેલાડીઓ અને ટીમો સાથે ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ નહીં કરવામાં આવે અને તેમનું સત્તાવાર સન્માન કરવામાં આવશે, જેથી યોગ્ય ખેલાડીઓ અને પ્રતિનિધિમંડળને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય. તે ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેવા દેવામાં આવશે. ‘

  પત્રમાં લખ્યું છે કે, ‘આ પત્રને જોઈને અમે નિર્ણય લીધો છે કે, 21 ફેબ્રુઆરી 2019ના રોજ આઈઓસીના કાર્યકારી બોર્ડે ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટની મેજબાની અંગે ભારત પર રોક અને પ્રતિબંધ લગાવ્યા હતા, તેને તાત્કાલિક પ્રભાવથી હટાવી લેવાયા છે. સાથે જ તમામ આંતરરાષ્ટ્રીય મહાસંઘોને આની જાણકારી આપવામાં આવી છે.

   ગત વર્ષે ભારતમાં વિશ્વ મુક્કાબાજી ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું, જેમાં કોસોવોના ખેલાડીઓ, અધિકારીઓ અને પ્રશિક્ષકોને ભાગ લેવાની પરવાનગી ભારત સરકારે નહોતી આપી    કોસોવોને ભારતે માન્યતા આપી નથી. આના પર ઘણો વિવાદ થયો હતો અને IOCએ ભારત પર ઈન્ટરનેશનલ સ્તરની ટૂર્નામેન્ટની મેજબાની કરવા અંગે પ્રતિબંધ લગાવી દીધો હતો. આ મુદ્દાને રમત મંત્રાલય સામે મૂકવામાં આવ્યો હતો. આ બાબતે રાધેશ્યામ જૂલાનિયાએ IOAને પત્ર લખીને કહ્યું હતું કે, તે દરેક દેશ અને રાષ્ટ્રીય મહાસંઘને ભારતમાં ઈન્ટરનેશનલ આયોજનોમાં ભાગ લેવાની પરવાનગી હશે જે IOC દ્વારા માન્યતા પ્રાપ્ત છે.

   રમત સચિવ દ્વારા આઈઓએના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે, ‘આ અમારી નીતિ રહી છે કે, આપણે ઈન્ટરનેશનલ ગેમ્સ કોમ્પિટિશનની મેજબાની કરીએ અને તે તમામ રાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિઓનો ભાગ લેવાની પરવાનગી આપીએ, જે આઈઓસી અથવા આંતરરાષ્ટ્રીય મહાસંઘ દ્વારા માન્યતા પ્રાપ્ત છે.’ પત્રમાં લખવામાં આવ્યું, ‘આ પ્રકારની ભાગીદારી પર અમારી રાજકીય સ્થિતિ અને અન્ય રાજકીય મુદ્દાઓ અંગે અપનાવવામાં આવેલી આપણી સૈદ્ધાંતિક નીતિ જેમાં ઈન્ટરનેશનલ માન્યતા તથા ખેલાડીઓના દેશની સ્થિતિના મુદ્દા શામેલ છે તેને કોઈ અસર નહીં થાય. ‘

(12:49 am IST)