ખેલ-જગત
News of Thursday, 21st June 2018

રશિયામાં પ્રવાસીઓની ભીડ છતાં બિઅર - ઉદ્યોગને બહુ ઓછો ફાયદો

ફેન્સને કારણે થોડાક સમય માટે ભલે બિઅરનું વેચાણ વધ્યુ હોય, પણ સ્થાનિક લોકો વોડકાને જ પસંદ કરે છે

દુનિયાભરના ફૂટબોલ ફેન્સ વર્લ્ડકપ જોવા માટે રશિયા પહોંચી રહ્યા છે. વર્લ્ડકપનો રોમાંચ દિવસે - દિવસે વધતો જઈ રહ્યો છે. બાર, બિઅર - ગાર્ડન્સ અને ક્રાફટ બિઅર પબ્સમાં લોકોની ભીડ વધતી જ જાય છે. જો કે હાલમાં વેચાણમાં જોવા મળેલા ઉછાળાનો બિઅર ઉદ્યોગ પર વધુ પ્રભાવ નથી પડવાનો. છેલ્લા કેટલાક વર્ષોથી બિઅરનું વેચાણ ઘટતુ જ ગયુ છે. આલ્કોહોલના સેવનમાં રશિયા ૧૪માં ક્રમાંક પર છે. વર્લ્ડકપને કારણે ભલે બિઅરનું વેચાણ વધ્યુ હોય, પરંતુ રશિયાની નંબર વન બ્રેન્ડ બાલ્ટીકાના ડિરેકટરના જણાવ્યા પ્રમાણે વધેલી ડિમાન્ડની અસર માત્ર થોડા સમય પૂરતી જ દેખાશે.

જાપાનની બિઅર બનાવટી કંપનીએ ૨૦૧૬માં કરાવેલા સર્વે મુજબ રશિયામાં વોડકા સોશ્યલ લાઈફમાં વધુ ભૂમિકા ભજવે છે જેને કારણે બિઅરના વેચાણમાં રશિયા ૩૨મા ક્રમાંક પર છે. બિઅરના વેચાણ અને જાહેરાત પર મૂકવામાં આવેલા અમુક ચોક્કસ પ્રકારના પ્રતિબંધને કારણે ૨૦૦૦ની સરખામણીમાં રશિયાના ોલકો હવે ઓછી બિઅર પીએ છે. બિઅર પર ઘણો ટેકસ પણ લગાડવામાં આવ્યો છે. ૨૦૧૧ બાદ બિઅરને સોફટ ડ્રિન્કને બદલે આલ્કોહોલ ડ્રિન્ક ગણવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રે એના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

(3:47 pm IST)