ખેલ-જગત
News of Tuesday, 21st May 2019

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન મેક્કુલમે ધોનીની ભરપૂર પ્રશંસા કરી: ધોની ભારતીય ટીમ માટે અનમોલ છે

નવી દિલ્હી: આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. સ્થિતિમાં તમામની નજર ટાઇટલ માટેની દાવેદાર ટીમોમાં સામેલ ભારતીય ટીમ પર છે અને તેમાં સૌથી વિશેષ કરીને અનુભવી વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોની પર વધારે છે. ધોનીનો સંભિવત છેલ્લો વર્લ્ડ કપ છે. કારણથી ક્રિકેટના દિગ્ગજોનું માનવું છે કે ધોની ટૂર્નામેન્ટમાં સુકાની વિરાટ કોહલી માટે હુકમના એક્કા સમાન સાબિત થશે. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમે ધોનીની ભરપૂર પ્રશંસા કરીને જણાવ્યું હતું કે ધોની ભારતીય ટીમ માટે અનમોલ છે. તેની પાસે રમત અંગેના વિશેષ વિચાર ઉપરાંત તેના મગજમાં એક ચોક્કસ જગ્યા પણ છે. તે જ્યારે ક્રિઝ પર આવે છે ત્યારે મેચની પૂરી પરિસ્થિતિનો ત્યાગ મેળવી લે છે ત્યારે હરીફ ટીમ હંમેશાં દબાણમાં આવી જાય છે. તેની ફિટનેસ ઘણી સારી છે અને તાજેતરમાં આઇપીએલ દરમિયાન બોલને ક્લીન હિટ કરીને મેદાનની બહાર મોકલી આપ્યા હતા. ૩૭ વર્ષીય ધોનીએ પોતાની કેપ્ટનશિપ હેઠળ છેલ્લે ૨૦૧૫ના વર્લ્ડ કપ રમ્યો હતો. દરમિયાન ભારતીય ટીમ એક પણ મેચ હારી નહોતી અને સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો થયો હતો જેમાં ટીમનો પરાજય થયો હતો. વય ધોની માટે માત્ર આંકડા સમાન છે કારણ કે અત્યારના કોઇ પણ ખેલાડી કરતાં વધારે સારું રનિંગ કરી શકે છે. આઇપીએલ હોય કે ઓસ્ટ્રેલિયન પ્રવાસ, ધોનીએ પોતાની બેટિંગ ક્ષમતાથી તમામને પ્રભાવિત કર્યા હતા. ધોનની વિશેષ બાબત છે કે તે સ્ટમ્પ પાછળ રહીને પણ પોતાની ભૂમિકા સારી રીતે નિભાવે છે.  ઇંગ્લેન્ડના કેવિન પીટરસને જણાવ્યું હતું કે ધોનીનો શાંત સ્વભાવ તેને વધારે અનમોલ બનાવે છે. સ્ટમ્પ પાછળ તેની હાજરીના કારણે બોલર્સપણ આત્મવિશ્વાસ સાથે બોલિંગ કરી શકે છે. સ્ટમ્પની પાછળથી પણ તે રમતની ચોક્કસ સમીક્ષા કરીને સુકાની કોહલીને સૂચનો કરી શકે છે.

(5:51 pm IST)