ભારતીય મહિલા હોકી ટીમે 2-1થી દક્ષિણ કોરિયાને હરાવ્યું
ભારતીય મહિલા હોકી ટીમે ત્રણ મેચોની સીરિઝમાં પહેલા જ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી દીધી છે. યુવા સ્ટ્રાઈકર લાલરેમ્સિયામીએ 20મી અને નવનીત કૌરે 40મી મિનિટ પર ગોલ કરી દીધો. તો બીજી તરફ દક્ષિણ કોરિયાની શિન હેજેયોંગે 48મી મિનિટ પર ગોલ કર્યો હતો.આ વર્ષની શરૂઆતમાં સ્પેન અને મલેશિયા સામે શાનદાર પરફોમન્સ આપનારી ભારતીય મહિલા ટીમની શરૂઆત સારી રહી છે. પહેલા ક્વાર્ટરમાં પેનલ્ટી કાર્નર પછી ભારનો 20મી મિનિટમા ગોલ કરવાનો ક્રેઝ વધ્યો છે. નવનીતે પણ 40મી મિનિટમાં બે ગણું પરફોમન્સ આપ્યું. દક્ષિણ કોરિયાને મેચમાં પાંચ પેનલ્ટી કાર્નર મળ્યાં અને છેલ્લા ક્વાર્ટરમાં પેનલ્ટી સ્ટ્રોક મળ્યો. જેમાંથી 48મી મિનિટે ટીમ એક જ ગોલ કરી શકી. ભારતીય ગોલકિપર સવિતાએ પણ શાનદાર પરફોમન્સ આપ્યું. ભારતના મુખ્ય કોચ શોર્ડ મારિને કહ્યું કે આ અમારો પહેલો મેચ હતો અને સારુ પરિણામ મળ્યું. પરફોમન્સ હજુ વધારે સારુ થઈ શકે છે. અમે અમુક નવા પ્રયોગ કર્યા અને અમે એમાં સફળ થયાં. ભારત હવે બીજો મેચ બુધવારે રમશે.